Thursday, September 23, 2021
HomeEPFOની સુવિધા : ઘરેબેઠા મિનિટોમાં ઓનલાઈન ટ્રાન્સફર કરો PFના પૈસા
Array

EPFOની સુવિધા : ઘરેબેઠા મિનિટોમાં ઓનલાઈન ટ્રાન્સફર કરો PFના પૈસા

જો તમે પણ નોકરી બદલવા માગો છો અથવા તમે તમારા PFના પૈસાને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માગો છો તો હવે આ પ્રોસેસ એકદમ સરળ થઈ ગઈ છે. હવે તમે ઘરેબેઠા મિનિટોમાં તમારા પૈસાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકો છો. EPF અકાઉન્ટને મેનેજ કરવાનું કામ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) કરે છે.

જો તમે PF અકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા ખાતાધારકે UAN એક્ટિવેટ કરાવો પડશે. તે સિવાય ખાતાધારકે બેંક અકાઉન્ટનો નંબર, આધાર નંબર અને બાકીની તમામ માહિતી યોગ્ય રીતે આપવી પડશે.

EPFOની તરફથી તમામ કર્મચારીઓને 12 ડિજિટનો એક નંબર આપવામાં આવે છે જેને UAN (યુનિવર્સલ અકાઉન્ટ નંબર) કહેવામાં આવે છે, જેને એક્ટિવેટ કરીને તમે તમારા અકાઉન્ટ પર ઓનલાઈન ધ્યાન રાખી શકો છો. UAN ID તેના મેમ્બર્સ માટે એક umbrellaની જેમ કામ કરે છે.

EPFOએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, તમે કેવી રીતે PFના પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી શકો છો. ટ્વીટમાં એક ફોટો જારી કરવામાં આવ્યો છે, જેમાં તમને પૈસા ટ્રાન્સફર કરવાની સંપૂર્ણ પ્રોસેસ જણાવવામાં આવી છે.

જાણો ઓનલાઈન પૈસા કેવી રીતે ટ્રાન્સફર કરવા

સૌથી પહેલા તમારે Unified Member Portal પર જવું. પછી તમારા UANની સાથે તેને લોગઈન કરો.

ઓનલાઈન સર્વિસ માટે One Member One EPF પર ક્લિક કરવું પડશે.

હવે તમારે હાલની કંપની સાથે સંબંધિત જાણકારી અને PFઅકાઉન્ટને વેરિફાઈ કરવું પડશે.

ત્યારબાદ Get Details ઓપ્શન પર ક્લિક કરો. તમને અગાઉના અપોઈન્ટમેન્ટની PF અકાઉન્ટની ડિટેઈલ્સ દેખાશે.

તમારે અગાઉની કંપની અને હાલની કંપનીમાંથી કોઈ એકને પસંદ કરવી પડશે. બંનેમાંથી કોઈપણ કંપનીને સિલેક્ટ કરીને મેમ્બર ID અથવા UAN આપો.

છેલ્લે Get OTP ઓપ્શન પર ક્લિક કરો, જેમાં તમારી પાસે UANમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, ત્યારબાદ OTPને એન્ટર કરીને સબમિટ ઓપ્શન પર ક્લિક કરો.

તમારા EPF અકાઉન્ટની ઓનલાઈન ટ્રાન્સફર પ્રોસેસ પૂરી થઈ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments