વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ સજ્જ:અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે 2 ટેસ્ટ અને 5 T-20 મેચ રમાશે

0
0

અમદાવાદના આંગણે સમગ્ર વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની સત્તાવાર શરૂઆત થઈ રહી છે. મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમનો ઈંગ્લેન્ડ વિરુદ્ધની આગામી ક્રિકેટ શ્રેણીથી શુભારંભ થશે. 7 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝ શરૂ થવાની છે. એ પૈકી 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે પિન્ક બોલથી રમાશે. જ્યારે ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમાશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધની તમામ 5 T-20 અમદાવાદ ખાતે જ રમાશે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશન ઇન્ડોર ક્રિકેટ એકેડમીની શરૂઆત

ગુજરાત ક્રિકેટ એસોશિયેસને આવનારા સમયમાં ખેલાડીઓ વધુ સારી રીતે રમી શકે, તે માટે 40 લાખના ખર્ચે ઇન્ડોર એકેડમી બનાવી છે. અહીં 4 અલગ-અલગ પ્રકારની વિકેટ્સ છે, કોઈ વિકેટ ફાસ્ટ બોલરને મદદ કરે તો કોઈ સ્પિનરને એમ ખેલાડીઓની દરેક રીતે સ્કિલ સુધરે તેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અને ખાસ વાત એ છે કે, હવે વરસાદ ખેલાડીઓની પ્રેક્ટિસમાં વિલનની ભૂમિકા નહીં ભજવી શકે.

જય શાહે બોલિંગ કરી, પાર્થિવ પ્રથમ બોલ રમ્યો

એકેડમીની ઓપનિંગ BCCIના સેક્રેટરી જય શાહ દ્વારા કરવામાં આવી હતી. તેમણે નેટ્સમાં પ્રથમ બોલ નાખ્યો અને પાર્થિવ પટેલ પ્રથમ બોલ રમ્યો. તે પછી જય શાહે પણ પાર્થિવની બોલિંગમાં એક બોલ પ્લેસ કર્યો હતો.

મોટેરામાં પણ બની રહી છે ઇન્ડોર એકેડમી

મોટેરા સ્ટેડિયમમાં પણ એક ઇન્ડોર એકેડમી બની રહી છે. ત્યાં 6 અલગ અલગ વિકેટ્સ હશે. જેનું કામ અત્યારે પ્રોસેસમાં છે.

ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરીમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે યોજાયેલ ‘નમસ્તે ટ્રમ્પ’ના ભવ્ય કાર્યક્રમ બાદ બરાબર એક વર્ષે અમદાવાદનું સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે સજ્જ થઈ ચૂક્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here