સુરત : ટોઇંગ ક્રેઇનમાંથી કાર છટકી બાઈક સાથે ટકરાઇ, પાર્લે પોઇન્ટ બ્રિજ પરથી 30 ફૂટ નીચે પડી જતાં મહિલાનું મોત

0
20

સુરતઃ પાર્લે પોઇન્ટ ઓવરબ્રિજ પર પ્રાઇવેટ કંપનીની ક્રેઇનમાં ટ્રોંઇગ કરેલી કારની સાંકળ તૂટી જતા બાઇક સાથે ભટકાય હતી. જેના કારણે બાઇક પર પતિની પાછળની સીટ પર બેઠેલા 53 વર્ષના દક્ષાબેન પંચોલી બ્રિજ પરથી 30 ફુટ નીચે પસાર થતી કારના બોનેટ પરથી જમીન પર પટકાતા ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત થયું હતું. જયારે તેના પતિને ઈજા થઇ હતી. મરણ જનાર મહિલાનું નામ દક્ષાબેન નિલેશ પંચોલી છે અને તેની ઉમર 53 વર્ષની છે. મૃતક દક્ષાબેન તેમના પરિવાર અને સંબધીઓ સાથે નેપાળ જવાના હતા. દક્ષાબેન પંચોલી મહાવીર રો હાઉસ, અડાજણમાં રહેતા હતાં.

ટો કરેલી કારની સાંકળ તૂટી જતાં મારી બાઇક સાથે અથડાઇ
હું મારી વાઇફ સાથે મોડીસાંજે ઘરેથી બાઇક પર ફરવા માટે પાર્લે પોઇન્ટ ઓવરબ્રિજથી ડુમસ રોડ તરફ જવા માટે નીકળ્યા હતા. બ્રિજ પર આગળ જઇ રહેલી એક ક્રેઇનમાં ટો કરેલી બલેનો કાર સાથે બાંધેલી સાંકળ તૂટી જતા કાર છુટી થઈ મારી બાઇક સાથે અથડાઇ. જેથી હું પેરાપેટ વોલ અને કારની વચ્ચે બાઇકની સાથે ફસાયો હતો. મારી વાઇફ દક્ષા કયા છે એવુ પૂછતાં કોઈએ મને કીધું કે તે બ્રિજ પરથી નીચે પડી છે. ત્યારે મને ખબર પડી હતી. – નિલેશ પંચોલી, મૃતક મહિલાના પતિ

નં. પ્લેટ વગરની ક્રેઇનમાં કાર ટોઇંગ કરાઇ રહી હતી
વડોદરા ખાતેથી કારને ક્રેઇનમાં ટ્રોંઇગ કરી પિપલોદ ખાતેના સર્વિસ સેન્ટરમાં લઈ જવામાં આવી રહી હતી. તે પહેલા ક્રેઇનમાંથી ટોંઇગ કરેલી કારની સાંકળ તૂટી ગઈ હતી. જેના કારણે અકસ્માત થયો હતો. નવાઇની વાત એ છે કે ક્રેઇનનું રજીસ્ટ્રર થયું ન હોય એવુ નંબર પ્લેટ ન હોવાથી દેખાય રહ્યું છે. ખરેખર તો નંબર પ્લેટ વગરની ક્રેઇનમાં કાર ટોંઇગ કરીને લાવી શકાય કે કેમ તે તપાસનો વિષય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here