Tuesday, September 21, 2021
Homeજાસૂસી કાંડ : રાહુલ ગાંધીએ પેગાસસ મુદ્દા પર સંસદ નગાર પ્રેસ કોન્ફરન્સ...
Array

જાસૂસી કાંડ : રાહુલ ગાંધીએ પેગાસસ મુદ્દા પર સંસદ નગાર પ્રેસ કોન્ફરન્સ કરી

રાહુલ ગાંધીએ પેગાસસ મુદ્દા પર સંસદ નગાર પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમનું કહેવું છે કે પેગાસસનો ઉપયોગ ભારત સાથે દેશદ્રોહ છે. હિંદુસ્તાનના સમગ્ર વિપક્ષ અહીં ઊભું છે. તમામ પારથીના નતાઓ છે. અને અમારે અહીં આજે કેમ આવવું પડ્યું. કારણ કે અમારા અવાજને સંસદમાં દબાવવામાં આવી રહ્યો છે. અમારો માત્ર એક સવાલ છે. શું ભારતની સરકારે પેગાસસને ખરીદ્યું? હાં અથવા ના. શું હિંદુસ્તાનની સરકારે પોતાના લોકો પર પેગાસસ હથિયારનો ઉપયોગ કર્યો. હાં અથવા ના? અમે માત્ર એ જ જાણવા માંગીએ છીએ. સરકારે કહ્યું છે કે સંસદમાં પેગાસસ પર કોઈ વાત નહીં થાય.

14 વિપક્ષની પાર્ટીઓ એકજુથ, રાહુલે કહ્યું- પાછી પાની નહીં કરીએ
પેગાસસ જાસૂસી, મોંઘવારીએ અને કૃષિ કાયદા મુદ્દે સંસદમાં હોબાળો યથાવત્ રહ્યો છે. બુધવારે પણ રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ વિપક્ષે હોબાળો કર્યો હતો, જેને કારણે કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હારી. 12 વાગ્યે સંસદની કાર્યવાહી ફરીથી શરૂ થઈ, પણ હોબાળો ચાલુ જ રહ્યો. આ તરફ લોકસભામાં પણ વિપક્ષ સાંસદોએ પેપર ફેંક્યા હતા અને ખેલા હોબેના નારા લગાવ્યા હતા. આ કારણે ગૃહની કાર્યવાહી પહેલા 12:30 વાગ્યા સુધી અને પછી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી પહેલા 12.30 વાગ્યા સુધી અને બાદમાં 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી પહેલા 12.30 વાગ્યા સુધી અને બાદમાં 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

આ દરમિયાન સમાન વિચારસરણીવાળી 14 પાર્ટીએ એક મહત્ત્વની બેઠક કરી હતી અને સરકારને ઘેરવાની યોજના બનાવી હતી. આ બેઠક બાદ કોંગ્રેસનેતા અને વાયનાડના સંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પેગાસસ જાસૂસી કેસ, મોંઘવારી અને ખેડૂતોના મુદ્દા પર અમે કોઈ સમજૂતી કરીશું નહીં. અમે સંસદમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માગીએ છીએ.

14 પાર્ટીએ એક મહત્ત્વની બેઠક કરી હતી અને સરકારને ઘેરવાની યોજના બનાવી હતી.

14 પાર્ટીએ એક મહત્ત્વની બેઠક કરી હતી અને સરકારને ઘેરવાની યોજના બનાવી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકાર વિપક્ષને એવું કહીને બદનામ કરી રહી છે કે અમે સંસદની કાર્યવાહી ચાલવા નથી દેતા. અમે જનતા, ખેડૂતો અને દેશ સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છીએ, જે મુદ્દાઓ પર આજે હોબાળો થઈ રહ્યો છે. મંગળવારે પણ આ મુદ્દાઓએ પર રાજયસભા અને લોકસભામાં હોબાળો થયો હતો.

આ 14 પાર્ટી બેઠકમાં સામેલ થઈ
કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કડગમ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, નેશનલ કોન્ફરન્સ, આમ આદમી પાર્ટી, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, રાષ્ટ્રીય સમાજ પાર્ટી, કેરળ કોંગ્રેસ (એમ), વિદુથાલાઇ ચિરુથૈગલ કચ્ચી, એસએસ પાર્ટી.

રાહુલ ગાંધીએ બેઠક બાદ કહ્યું હતું કે અમે જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવા માગીએ છીએ.
રાહુલ ગાંધીએ બેઠક બાદ કહ્યું હતું કે અમે જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવા માગીએ છીએ.

ગઇકાલે કાર્યવાહી 9 વખત સ્થગિત કરવી પડી હતી
બેઠકમાં પેગાસસ જાસૂસી અને ખેડૂત આંદોલન પર ચર્ચા થઈ રહી છે. એની સાથે જ લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતા આ દરમિયાન આગળની રણનીતિ પર ચર્ચા કરશે. આ પહેલાં ગઈકાલે લોકસભામાં આ જ મુદ્દાઓ પર ભારે હોબાળો થયો હતો. આ કારણે સંસદની કાર્યવાહી 9 વખત સ્થગિત કરવી પડી હતી.

વિપક્ષનો આરોપ- દેશમાં તાનાશાહી ચાલી રહી
પેગાસસ મામલે રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ-કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે IT એક્ટ અનુસાર સર્વેલન્સ માટે મંજૂરી લેવી પડે છે. આ સરકારે પેગાસસ દ્વારા જાસૂસીની મંજૂરી આપી છે. જજો, આર્મી અધિકારીઓ, પત્રકારો અને વિપક્ષના નેતાઓની જાસૂસી કરાવવામાં આવી છે. દુનિયાની કોઈ જ લોકશાહીમાં આવું થતું નથી. દેશમાં તાનાશાહી ચાલી રહી છે. મોદીજી મુદ્દાઓને લોકશાહીની રીતે ઉકેલ કરવા માટે તૈયાર નથી. અમે ચર્ચા માટે તૈયાર છીએ. સરકારે સર્વદળીય બેઠક બોલાવવી જોઈએ. અમે બધા આ મુદ્દાઓ પર લડવા જઇ રહ્યા છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments