Saturday, September 25, 2021
Homeઇએસઆર ઇન્ડિયા ગુજરાતમાં લોજીસ્ટીક પાર્ક પાછળ 300 કરોડનું મૂડીરોકાણ કરશે
Array

ઇએસઆર ઇન્ડિયા ગુજરાતમાં લોજીસ્ટીક પાર્ક પાછળ 300 કરોડનું મૂડીરોકાણ કરશે

ઔદ્યોગિક એકમ ઇએસઆર ઇન્ડિયા ઉત્તર ગુજરાતના ઉભરતા ઔદ્યોગિક કેન્દ્ર જાલીસણામાં 36.5 એકર જમીનમાં ઔદ્યોગિક તેમજ લોજીસ્ટીક પાર્ક બનાવી રહી છે. આ કંપનીએ અંદાજે 300 કરોડનું મૂડીકોરાણ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના એક્ઝિક્યુટીવે કહ્યું હતું કે આ પાર્ક દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પર બની રહ્યો છે. એટલું જ નહીં તે કંડલા, મુંન્દ્રા, આઇસીડી ખોડિયાર અને થાર ડ્રાઇ પોર્ટથી જોડાયેલો હશે. નેશનલ હાઇવે-7 ઉપર વિરમગામ-બેચરાજી રાજમાર્ગ પર સ્થિત આ પાર્ક એન્જીનિયરીંગ, ઇલેક્ટ્રોનિક્સ, એનર્જી નિર્માણ, મશીનરી, ઓટોમોબાઇલ, ઓટો એન્સિલરીઝ અને ઇ-કોમર્સ જેવા ક્ષેત્રો માટેની જરૂરિયાત પૂર્ણ કરશે.

આ કંપની પાસે ગુજરાતના આ ઔદ્યોગિક અને લોજીસ્ટીક પાર્કમાં 40 હજાર ચોરસફૂટ થી 5 લાખ ચોરસફુટ સુધીની એ-ગ્રેડની સ્પેસ ઉપલબ્ધ હશે. આ કંપનીના જાપાન, સાઉથ કોરિયા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા અને વેયતનામ જેવા દેશોમાં પણ ઔદ્યોગિક પાર્કના પ્રોજેક્ટ છે. કંપની ભારતમાં મુંબઇ, પૂના, દિલ્હી, ચેન્નાઇ, બેંગલુરૂ અને અન્ય શહેરોમાં સ્ટેટેજીક લોકેશન ધરાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments