ફેબ્રુઆરીમાં વેચાણના અંદાજિત આંકડા : પેસેન્જર અને ટ્રેક્ટરની ડિમાન્ડ વધારે જોવા મળશે : ભારે ડિસ્કાઉન્ટ હોવા છતાં ટૂ-વ્હીલર્સની માગ ઘટી.

0
8

ફેબ્રુઆરી 2021માં વાહનોનું સારું એવું વેચાણ થઈ શકે છે. આવું એટલા માટે કેમ કે, એક તરફ જ્યાં ટૂ-વ્હીલરની ડિમાન્ડમાં તેજી જોવા મળી રહી છે તો બીજી તરફ સપ્લાય ઓછો હોવો છતાં પેસેન્જર વ્હીક્લસ અને ટ્રેક્ટરની માગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

બ્રોકરેજ ફર્મ નિર્મલ બંગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, સપ્લાયની સમસ્યાને દૂર કરવા માટે પેસેન્જર વ્હીકલના ડીલરોએ 8થી 10 દિવસ સુધીની ઈન્વેન્ટરી જાળવી રાખી. ટૂ-વ્હીલરની બાબતમાં ડિસ્કાઉન્ટમાં વધારો કર્યો હોવા છતાં ડિમાન્ડ ઓછી જોવા મળી રહી છે, ખાસ કરીને એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં. બજાજ ઈન્વેન્ટ્રી 4-6 અઠવાડિયા માટે જાળવી રાખે છે જ્યારે હીકો મોટોકોર્પ 2 મહિના સુધી ઈન્વેન્ટ્રી જાળવી રાખે છે.

પેસેન્જર વ્હીકલઃ માગમાં વધારો અને લો ચેનલ ઈન્વેન્ટ્રીના કારણે પેસેન્જર વ્હીકલની માગમાં વાર્ષિક વૃદ્ધિ જોવા મળે તેવી આશા છે. ડીલર્સના જણાવ્યા પ્રમાણે, એકંદરે રિટેલ વેચાણમાં તેજી જોવા મળી અને ઓડર્સ પણ ઘણા મળી રહ્યા છે. ઈન્વેન્ટ્રી લેવલ 8-10 દિવસ સુધીનું રહ્યું. તેથી મોટાભાગે મારુતિ મોડેલો માટે વેઈટિંગ પિરિઅડ વધીને 1-2 મહિનાનો થઈ ગયો. પેટ્રોલની કિંમતમાં વધારો થવાને કારણે CNGની માગ વધી. આવી સ્થિતિમાં ડીલરોએ CNG મોડેલો માટે હાઈ વેઈટિંગ પિરિઅડ રાખ્યો. મહિન્દ્રા, હ્યુન્ડાઈ અને ટાટા મોટર્સમાં લાંબો વેઈટિંગ પિરિઅડ છે.

ટૂ-વ્હીલરઃ કિંમતમાં વધારો અને વેડિંગ સિઝનમાં વિલંબના કારણે ટૂ-વ્હીલરની માગમાં ઘટાડો નોંધાયો. હીરો, બજાજ અને TVSની એન્ટ્રી લેવલ મોટરસાયકલના ડિસ્કાઉન્ટમાં 2-5 હજાર રૂપિયા સુધીની વૃદ્ધિ થઈ. એકંદરે ટૂ-વ્હીલર્સના હોલસેલ વેચાણ ઈન્વેન્ટ્રી ફિલિંગના કારણે રિટેલ કરતા વધારે રહેવાની આશા છે. નિકાસ બજારોમાં મજબૂત માગના કારણે ટૂ-વ્હીલર્સ નિકાસમાં તેજી જોવા મળે તેવી આશા છે.

ટ્રેક્ટરઃ અન્ય સેગમેન્ટની તુલનામાં ટ્રેક્ટરના વેચાણમાં તેજી જોવા મળે તેવી આશા છે, કેમ કે, સારી રવી વાવણીના કારણે માગમાં સતત વધારો રહેશે.

કોમર્શિયલ વ્હીકલઃ અર્થવ્યવસ્થા તેજીથી રિકવર થઈ રહી છે. ઈન્ફ્રા અને માઈનિંગ સેક્ટર્સમાં ફરીથી પહેલા જેવી તેજીની સાથે કામ શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં અપેક્ષા છે કે કોમર્શિયલ વાહનોના વેચાણમાં તેજી યથાવત રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here