Monday, October 18, 2021
HomeEUથી અલગ થવાનો પ્રસ્તાવ સંસદમાં રદ, બ્રિટનની સંસદમાં PMની ઐતિહાસિક હાર
Array

EUથી અલગ થવાનો પ્રસ્તાવ સંસદમાં રદ, બ્રિટનની સંસદમાં PMની ઐતિહાસિક હાર

લંડન: બ્રેગ્ઝિટ એટલે કે યુરોપિયન સંઘથી બ્રિટનના અલગ થવાના બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેના પ્રસ્તાવને સંસદમાં મંજૂરી મળી નથી. તેમના પ્રસ્તાવને હાઉસ ઓફ કોમન્સમાં નકારી દેવામાં આવ્યો છે. 432 સાંસદોમાંથી માત્ર 202 સાંસદોનું સમર્થન મળ્યું છે જ્યારે કે બહુમતનો આંકડો 230 છે.

બ્રિટિશ વડાપ્રધાનની આ ઐતિહાસિક હાર પછી વિપક્ષી લેબર પાર્ટીએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ મતનો પ્રસ્તાવ આપ્યો છે. લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિને કહ્યું છે કે, વડાપ્રધાનની બ્રેગ્ઝિટ ડીલ નકારી દેવામા આવી હોવાથી સ્પષ્ટ છે કે, સરકારે સંસદમાં વિશ્વાસ ગુમાવી દીધો છે.

મતદાન પછી સંભાવના
  • થેરેસા સંસદમાં આ પ્રસ્તાવ ફરી રજૂ કરી શકે છે અને સંસદની મંજૂરી મેળવી શકે છે.
  • યુરોપિયન સંઘ સાથે ફરી વાતચીત કરીને એક નવી સમજૂતી સાથે સંસદમાં આવે તેવી શક્યતા.
  • બ્રેગ્ઝિટ વિશે જનતા પાસે ફરી જનમત સંગ્રહ માટે લાવવામાં આવે તેવી શક્યતા.
  • જો આવું કશું ન થાય તો 29 માર્ચ 2019ના રોજ બ્રિટન કોઈ પણ સમજૂતી વગર યુરોપિયન સંઘથી અલગ થઈ જશે.
થેરેસાના સાંસદોએ પણ તેમના વિરુદ્ધ મતદાન કર્યું

થેરેસા મેની કંઝરવેટિવ પાર્ટીના 100થી વધારે સાંસદોએ તેમના વિરુદ્ધ મતદાન કર્યું છે. આને બ્રિટિશ ઈતિહાસમાં સરકારની સૌથી મોટી હાર માનવામાં આવે છે. થેરેસાએ કહ્યું- સાંસદોએ એતો જણાવી દીધું છે કે, તેઓ કોની વિરુદ્ધ છે પરંતુ એ નથી જણાવ્યું કે તેઓ વિરોધ કેમ કરી રહ્યા છે? એ સ્પષ્ટ છે કે, ગૃહ બ્રેગ્ઝિટ ડીલનું સમર્થન નથી કરતાં પરંતુ વોટિંગથી એ જાણ નથી થતી કે તેઓ કોનું સમર્થન કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments