શિયાળામાં નીલગીરી નું તેલ શર્દી સિવાય 9 સમસ્યામાં કરે છે ફાયદો.

0
18

નીલગીરીનું ઝાડ એ આપને ઘણી બધી રીતે ફાયદાકારક છે પ્રાચીન સમયથી આયુર્વેદ ની અંદર આપણે નિલગિરીના તેલના ઘણા બધા ઉપયોગો જણાવેલા છે તેનો મુખ્ય ઉપયોગ બ્લડ સુગર કન્ટ્રોલ કરવામાં અને વ્યક્તિઓને થયેલી શરદીને ઠીક કરવામાં થાય છે આ સિવાય તે દુખાવો ઓછું કરે છે આપણા દાંતને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે આ સિવાય ઘણા બધા ફાયદા છે જે આપણે અહીં જાણીશું ચાલો જાણીએ, નીલગીરી તેલ ના ફાયદા.

નીલગીરી તેલ બનાવવા માટે તેના પાંદડાઓને બાસ્પ તો વિધિ ની મદદથી બનાવવામાં આવે છે જેની અંદર નીલગીરી જેમ જ ઘણા બધા ગુણો રહેલા છે તે આપણા વાળ, skin અને શરદી-તાવ જેવી સમસ્યાઓમાં પણ ઉત્તમ ફાયદાકારક છે

તેના તેલની અંદર એન્ટી બેક્ટેરિયલ ગુણો એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો એન્ટિઓક્સિડન્ટ ગુણો હોય છે તેમજ તેને અંદર એવા પણ કેટલાક ગુણો હોય છે જે આપણને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં પણ ફાયદાકારક થાય છે .

નીલગીરી તેલ ના ફાયદા.

શર્દીમાં બંધ નાક ખોલવામાં ઉપયોગી .

નાના બાળકો તથા મોટા વ્યક્તિ ને શર્દી થતા તેના તેલ ના ૧ 2 ટીપા રૂમાલ મા નાખી થોડી થોડી વારે સુગંધ લેવાથી નાક ખુલે છે અને શર્દી મટાડવામાં મદદરૂપ થાય છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

નીલગીરી તેના તેલની અંદર રહેલા ગુણો ડાયાબિટીસ અને તેના લક્ષણો દૂર કરવામાં મદદરૂપ થાય છે તે આપણા શરીરની અંદર રહેલી સુગર લેવલ નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે તેમજ તે આપણા શરીરની અંદર સારૂ રક્ત ભ્રમણ કરવામાં પણ મદદરૂપ થાય છે નીલગીરી ના તેલ ની મદદથી તમે તમારા શરીર પર માલિશ કરી તેનો ફાયદો મેળવી શકો છો

રૂઝ જલદી લાવવામાં મદદરૂપ થાય છે

નીલગીરી ના તેલ ની અંદર એન્ટિસેપ્ટિક ગુણો રહેલા હોય છે જે આપણે લાગેલી જગ્યા પર લગાવવાથી અથવા તો કોઈ જગ્યાએ બળતરા થતી હોય તો ત્યાં લગાવવાથી ફાયદો થાય છે તેમજ ખુલી વાગેલી જગ્યાએ લગાવવાથી તે જડપથી રૂઝ આપાવે છે તેમજ ખુલી વાગેલી જગ્યાએ થતાં સંક્રમણ અથવા બેકટેરિયાને આપણી સ્કિન થી દૂર રાખવામાં મદદરૂપ થાય છે

Immune system સારું કરવામાં મદદરૂપ

આપણા શરીરને રોગોથી બચાવી રાખવા જરૂરી ઇમ્યુન સિસ્ટમને આ નિલગિરીનું તેલ સારી કરવામાં મદદરૂપ થાય છે નિલગિરીનું તેલ આપણા શરીરની અંદર મોનોકસાઈટ નું સ્તર વધારે છે જે સારા ઇમ્યુન સિસ્ટમ માટે ખૂબજ જરૂરી છે

સ્ટ્રેસ ઓછું કરે છે

નિલગિરીનું તેલ એ આપણને સ્ટ્રેસ દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે જો તમે નીલગીરી ના તેલનો ઉપયોગ કરો છો તો તમને માનસિક શાંતિ મળે છે અને આપણા શરીરમાં રહેલ માનસિક થાકોડો પણ દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે જેથી સ્ટ્રેસ દૂર થાય છે

આપણા દાંત માટે ફાયદાકારક

નિલગિરીનું તેલ એ તમને દાંત અને દાંતને લગતી સમસ્યાઓ જેવી કે દાંત ના દુખાવા પેઢામાંથી લોહી નીકળવું તેમજ બીજી અન્ય સમસ્યાઓમાં ખૂબ જ સારો ફાયદો કરે છે માટે તમે જોયું હશે કે ઘણી બધી toothpaste માઉથ ફ્રેશનર અથવા તો બીજા ઘણા બધા ઉત્પાદનો ની અંદર તેનું મુખ્ય ઘટક તરીકે નીલગીરી નો ઉપયોગ કરવામાં આવે છે જો તમને પણ દાંતના દુખાવાની સમસ્યા હોય તો તમે નિલગિરીના તેલ ઉપયોગ કરી શકો છો

તાવમાં ઉપયોગી

જો કોઈ વ્યક્તિને સામાન્ય તાવ હોય તેવી સિચ્યુએશનમાં આ નિલગિરીનું તેલ શરીરનું તાપમાન ઓછું કરવામાં મદદરૂપ થાય છે,નીલગીરી તેલના ફાયદા

મોઢાના છાલા દૂર કરવામાં મદદરૂપ

આપણે સૌ જાણીએ છીએ કે કેરી નું તેલ એ એન્ટિસેપ્ટિક છે માટે જો તમે મોઢામાં થયેલા છાલા પર નિલગિરીનું તેલ લગાવો છો તો બળતરા થોડી થશે પરંતુ તે તેના પર રહેલા બેક્ટેરિયા દૂર કરવામાં મદદરૂપ થશે જેથી આ છાલા મટવાની ક્રિયા ઝડપી થશે

માસપેશીઓના દુઃખાવો દૂર કરવામાં મદદરૂપ

નીલગીરીના તેલની અંદર રહેલ એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો આપણા શરીરમાં થયેલા દુખાવાને ઓછું કરવામાં મદદરૂપ થાય છે માટે જો તમે ત્રણ-ચાર ટીપા દુખતી જગ્યાએ મૂકી તેનું માલિશ કરો છો તો દુખાવામાં રાહત રહે છે

વાળ માટે ઉત્તમ છે

જો તમારા વાળ નબળા છે તો તમે વાળની અંદર નિલગિરીનું તેલ નાખી શકો છો અથવા તો જો તમે કોઈ શેમ્પૂનો ઉપયોગ કરો છો તો તેની અંદર નિલગિરીના તેલના થોડા ટીપા ઉમેરવાથી તે તમારા વાળમાં કાન્ડીસ્નર નું કામ કરશે અને તમારા વાળની અંદર રહેલા ડેન્ડ્રફ અને માથામાં આવતી ચર દૂર કરવામાં મદદરૂપ થશે

નીલગીરી ના તેલ ના નુકસાન

ઘણી બધી વ્યક્તિઓને નીલગીરી ના તેલ ની એલર્જી હોય છે માટે તેનો ઉપયોગ કરતા પહેલા ચકાસી લેવું કે તમને તેની એલર્જી છે કે નહીં અથવા તો તમારા ડોક્ટરની સલાહ લીધા પછી તેનો ઉપયોગ કરવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here