Thursday, August 5, 2021
No menu items!
HomeEV પોલિસી : આગામી ચાર વર્ષ માટે ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરવામાં...
Array

EV પોલિસી : આગામી ચાર વર્ષ માટે ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરવામાં આવી

આજે ગુજરાત સરકારે આગામી ચાર વર્ષ માટે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસી જાહેર કરવામાં આવી છે. પોલિસી જાહેરતમાં મહત્વની ભૂમિકા ભજવનાર મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે જણાવ્યુ હતું કે, EV ખરીદનારા ગ્રાહકોના ખાતામાં સીધી જ સબસિડી જમા થઈ જાય તે પ્રકારની ફ્રેમવર્ક સરકાર બનાવી રહી છે. આ પોલિસી આગામી 1 જુલાઈથી અમલમાં આવશે.

ટૂંક સમયમાં જાહેર થશે સબસિડીની ફ્રેમવર્ક
એમ. કે. દાસે જણાવ્યુ કે, સરકારના એવા પ્રયત્નો છે કે સબસિડી સીધી જ ગ્રાહકના એકાઉન્ટમાં જમા થઈ જાય અને આ માટે ફ્રેમવર્ક પર કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં ફ્રેમવર્ક બની જશે અને તેની જાહેરાત કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા સરળ બનાવવાના અમારા પ્રયત્નો રહેશે.

સબસિડીમાં ગોટાળા અને ગુચવણ અટકશે
રાજ્ય સરકારના અન્ય એક અધિકારીએ જણાવ્યુ કે, અગાઉના અનુભવોને આધારે સરકાર સબસિડીની રકમ સીધી ગ્રાહકોને આપવા માગે છે. ઘણા એવા કિસ્સા સામે આવ્યા હતા કે ડીલર કે સેલર અલગ અલગ પ્રકારની ઑફર્સ આપી અને સબસિડી પાસ કરતાં ન હતા જેના કારણે ઇલેક્ટ્રીક વ્હીકલ ખરીદનારાને નુકસાન જતું હતું.

ઈલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રે રોજગારીની તકો વધશે
આ પોલિસીથી EVની નવી ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે તથા ઇ-વ્હીકલના ડ્રાઇવિંગ, વેચાણ, ધિરાણ, સર્વિસિંગ અને ચાર્જિંગ વગેરે ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં વધારો થશે. રાજ્ય સરકારે કાળજીપૂર્વકની વિચારણા તેમજ ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતોના અભિપ્રાયો અને સહાયથી ટેકનોલોજી, ઉત્પાદન પ્રક્રિયા તેમજ ઇ-વ્હીકલ સંબંધિત પરિબળો તથા ભારત સરકારની નીતિઓને ધ્યાનમાં લઇને ગુજરાતની આ પોલિસી ઘડવામાં આવી છે.

ચાર વર્ષમાં રાજ્ય સરકાર રૂ. 870 કરોડનો બોજ વહન કરશે
મુખ્યમંત્રી વિજય રૂપણીએ જણાવ્યું હતું કે દેશનાં અન્ય રાજ્યો આવી સબસિડી પ્રતિ કિલોવોટ વધુમાં વધુ રૂ. 5000 આપે છે, જ્યારે ગુજરાત સરકાર એનાથી બમણી રૂ. 10,000ની સબસિડી આપશે. આને પરિણામે ચાર વર્ષમાં રાજ્ય સરકાર રૂ. 870 કરોડનો બોજ વહન કરશે. રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદનાર વ્યક્તિને રૂ. 20,000 સુધીની સબસિડીનું પ્રોત્સાહન મળશે. એ જ રીતે થ્રી-વ્હીલર માટે 50 હજાર સુધી અને ફોર-વ્હીલર માટે રૂ. 1 લાખ 50 હજાર સુધીનું પ્રોત્સાહન અપાશે. આ સબસિડીનો લાભ 1.50 લાખ સુધીની કિંમતના ટૂ-વ્હીલર, 5 લાખ સુધીની કિંમતના થ્રી-વ્હીલર અને 15 લાખ સુધીની કિંમતના ફોર-વ્હીલરને મળવાપાત્ર થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments