લગ્ન બાદ પણ સંબંધમાં રોમાંચ રાખવો હોય તો 5 દિવસ સુધી રહો એક-બીજાથી દૂર

0
56

આજે લોકોના લગ્નજીવનમાં ઘણી બધી તકલીફ થાય છે. લોકો પહેલા એવું વિચારતા હતા કે, ખુશ રહેવા માટે એક્બીજાની સાથે રહેવું જરૂરી છે. પરંતુ હવે એ વાત જૂની થઇ ગઈ છે. હાલમાં જ એક સંશોધનમાં ખુલાસો થયો છે કે, લગ્ન બાદ પણ સંબંધમાં રોમાંચ લાવવા માટે કરો આ ઉપાય.

એક સંશોધનમાં ખબર પડી છે કે, જે કપલ તેના કામને કરીને એકબીજાથી દૂર રહે છે તે એકબીજાને ઘણો પ્રેમ કરે છે. આ બંને પતિ-પત્ની વચ્ચે હંમેશા ખુશ રહે છે. આ વાતનો અહેસાસ ત્યારે થાય છે જયારે તે ઘણા દિવસ બાદ એકબીજાને મળે છે.

પરંતુ આ લોકોએ વધુમાં વધુ દિવસ બાદ તો મળવું જ જોઈએ. યુકેની એક ટ્રૈવેલોઝ હોટેલ દ્વારા કરવામાં આવેલા સર્વમાં 2000 લોકોએ ભાગ લીધો હતો. આ સર્વમાં ખબર પડી હતી કે, દર 10માંથી 4 લોકો તેના સંબંધથી ખુશ હતા જે તેના કામના કારણે તેના પાર્ટનરથી દૂર રહેતા હતા.

ટ્રૈવેલોઝ હોટેલમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરતા 35 વર્ષના રિચાર્ડ સ્કોટ કામના સિલસિલાથી પત્નીથી દૂર રહે છે. તેનું કહેવું છે કે, તે સમયની સાથે-સાથે થોડા દિવસ એકબીજાથી અલગ રહેવું પણ જરૂરી છે.તેનાથી એકબીજાની અહેમયિત નો અહેસાસ થાય છે.

સર્વમાં થોડો લોકોએ એ પણ જણાવ્યું હતું કે, કામના સિલસિલામાં બાહર જવું અને હોટેલના મોટા રૂમમાં એકલું રહેવું એક સૂકુનનો અહેસાસ થાય છે. થોડા દિવસ ઘરેથી દૂર રહેવાથી ઘરના મામલામાં મગજ શાંત થઇ જાય છે.

તો દસમાંથી ચાર લોકોએ કહ્યું હતું કે, દૂર રહ્યા બાદ ઘર પાછા ફરીએ છીએ ત્યારે ઘરના લોકો દ્વારા સ્વાગત બહુ જ સારી રીતે કરવામાં આવે છે જે તે લોકોને બહુ જ પસંદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here