શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહની જાહેરાત : ગુજરાતમાં 21 સપ્ટેમ્બર પછી પણ ધોરણ 9થી 12 માટે શાળાઓ નહીં ખૂલે.

0
3

ગુજરાતમા 21 સપ્ટેમ્બર પછી ધોરણ 9થી 12 માટે શાળાઓ નહી ખૂલે. ભારત સરકારે અનલોક-4ની ગાઇડલાઇનમાં રાજ્યોને નિર્ણય કરવા કહ્યું હતું. જેની SOP હમણાં જાહેર થઇ છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી. રાજ્યમાં મરજીયાતપણે પણ શાળાઓ ચાલુ નહીં કરાય. કેન્દ્રની ગાઇડલાઇન મુજબ ધોરણ 9 થી 12માં મરજીયાત વાલી મંજૂરી સાથે બાળક શાળાએ જવાની જોગવાઈ છે. જેનો રાજ્ય સરકાર અમલ નહીં કરે. પરિસ્થિતિ યોગ્ય થયા બાદ જ નિર્ણય લેવાશે.