ઘોર પરાજય બાદ પણ ટ્રમ્પ માનવા જ તૈયાર નથી, લાખો સમર્થકોએ અડધી રાત્રે મચાવ્યો ઉતપાત

0
5

અમેરિકાની ચૂંટણીમાં આકરી હાર બાદ વર્તમાન રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે રાજધાની વોશિંગ્ટનમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. લાખોની સંખ્યામાં ટ્રમ્પના સમર્થકો ‘મિલિયન મેગા માર્ચ’ માં ભાગ લેવા દેશની રાજધાની વોશિંગ્ટન પહોંચ્યા હતાં. આ દરમિયાન ટ્રમ્પના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે જોરદાર અથડામણો થઈ હતી.

બંને પક્ષો વચ્ચે છુટ્ટાહાથની મારામારી અને નારેબાજી થઈ હતી. બીજી બાજુ આ ઘટના પર ટ્રમ્પે વોશિંગ્ટનના મેયર અને વામપંથી સંગઠન ANTIFA પર નિશાન તાકી આકરી ટીકા કરી હતી.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર મળ્યા છતાં હાર સ્વીકાર કરવા માટે ટ્રમ્પ તૈયાર નથી. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં નવા પ્રશાસનના કાર્યકાળ સંભાળવા પર સત્તા સરળતાથી હસ્તાંતરણ કરવા દેશના નવાચુંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેનને સહયોગ આપવા માટે દબાણ વધી રહ્યું છે.

ટ્રમ્પના વિરોધીઓએ આખે આખા સ્ટોલ જ પલટી નાખ્યા

એંટીકા, બ્લેક હાઉસ મૈટરના લોકોને ટ્રમ્પ સમર્થકો દ્વારા હેરાન કરવામાં આવ્યા હતાં. જવાબમાં ટ્રમ્પ સમર્થકોની પણ લાલ ટોપી અને ટ્રમ્પન ઝંડા ઝુંટવી લઈને તેને આગ લગાવી દેવામાં આવી હતી. વોશિંગ્ટન પોસ્ટ પ્રમાણે આ અથડામણ રાત્રે વધારે ઉગ્ર બની હતી. ટ્રમ્પના વિરોધીઓએ અહીં ટ્રમ્પના સમર્થકોના માલ સામાનને આગ લગાવી દીધી હતી. ટ્રમ્પના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે આ અથડામણ વ્હાઈટ હાઉસથી થોડા જ અંતરે થઈ હતી. ટ્રમ્પ વિરોધીઓને હટાવવા માટે પોલીસે પેપર સ્પ્રે નો ઉપયોગ કરવો પડ્યો હતો.

જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશન (JSA) પર બાઇડેનને પ્રેસિડેન્ટ ઇલેકટ તરીકે ઔપચારિક માન્યતા આપવાની જવાબદારી છે. ત્યારબાદ સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ થશે. એજન્સીના પ્રકાશક એમિલી મર્ફીએ હજુ સુધી આ પ્રક્રિયા શરૂ નથી કરી અને ન તો એ જણાવ્યું છે એ તેઓ આ પ્રક્રિયા ક્યારે શરૂ કરશે. એમિલીની નિયુક્તિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી.

ગત સોમવારે ટ્રમ્પએ જણાવ્યું હતું કે, મેઈન સ્ટ્રીમ મીડિયા તેમની ચૂંટણી માટે ખોટા હતા અને તેમને ચૂંટણી હસ્તક્ષેપ માટે બોલાવવામાં આવવા જોઈતા હતા. ટ્રમ્પએ જણાવ્યું હતું કે, ન્યુ મીડિયા અને ન્યુઝ એજન્સીઓના પોલ્સ એટલા ખોટા હતા કે તેનાથી વાસ્તવિક ચૂંટણી પર અસર થઇ. ટ્રમ્પએ કહ્યું હતું કે, તેઓ પોતાના પોલ્સમાં દબાણ બનાવવાના પ્રયાસો કરી રહ્યા હતા, તેમને ચૂંટણી હસ્તક્ષેપ માટે બોલાવવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here