Thursday, August 5, 2021
No menu items!
Homeકંગના vs શિવેસના : એક્ટ્રેસે કહ્યું- બાળ ઠાકરેને પણ ડર હતો કે...
Array

કંગના vs શિવેસના : એક્ટ્રેસે કહ્યું- બાળ ઠાકરેને પણ ડર હતો કે શિવસેના એક દિવસ કોંગ્રેસ બની જશે : સોનિયા ગાંધીને સવાલ પૂછ્યો- મારી સાથે જે થયું તેનાથી તમે દુઃખી નથી?

કંગનાએ શુક્રવાર, 11 સપ્ટેમ્બરના રોજ શિવસેના તથા કોંગ્રેસ પર ફરી ચાબખા માર્યા હતા. કંગનાએ સવારે ત્રણ ટ્વીટ કરી હતી. તેણે કહ્યું હતું, ‘અધ્યક્ષ સોનિયા ગાંધીજી, એક મહિલા હોવાને કારણે તમે મહારાષ્ટ્રમાં તમારી સરકારે મારી સાથે કરેલા વર્તનથી દુઃખી નથી?

અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું, ‘તમે પશ્ચિમમાં મોટા થયા છો અને ભારતમાં રહો છે. તમને મહિલાઓના સંઘર્ષની ખબર છે. જ્યારે તમારી પોતાની સરકાર મહિલાઓને હેરાન કરી રહી છે અને કાયદા-વ્યવસ્થા મજાક બનીને રહી ગયા છે. આવામાં ઈતિહાસ તમારું મૌન તથા ઉદાસીનતાને નક્કી કરશે. મને આશા છે કે તમે આ કેસમાં હસ્તક્ષેપ કરશો.

https://twitter.com/KanganaTeam/status/1304269911674556420?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1304269911674556420%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fbollywood%2Fnews%2Fkangana-actress-said-even-bal-thackeray-was-afraid-that-shiv-sena-would-one-day-become-congress-asked-sonia-gandhi-arent-you-sad-about-what-happened-to-me-127708072.html

મંત્રીએ કહ્યું, કંગનાએ મુંબઈનું અપમાન કર્યું હતું

મહારાષ્ટ્રના મંત્રી તથા રાકંપા નેતા જયંત પાટીલે કંગનાના નિવેદનોને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે કંગનાએ મહારાષ્ટ્ર તથા મુંબઈ માટે અપશબ્દોનો ઉપયોગ કરીને મુંબઈનું અપમાન કર્યું છે. શુક્રવાર (10 સપ્ટેમ્બર)ના રોજ મુખપત્ર સામનામાં એક આર્ટિકલ પ્રકાશિત થયો હતો. આ આર્ટિકલમાં જયંત પાટિલે એક્ટ્રેસનું નામ લીધા વગર તેના પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

કંગનાને કહ્યું, બાળ ઠાકરેને ડર હતો કે શિવસેના, કોંગ્રેસ બની જશે

એક ટીવી ઈન્ટરવ્યૂની ટ્વીટ કરીને કંગનાએ કહ્યું હતું, ‘મહાન બાળ ઠાકરે મારા ફેવરિટ આઈકનમાંથી એક છે. તેમને સૌથી મોટો ડર હતો કે એક દિવસ શિવસેના કોંગ્રેસ બની જશે.’

કંગનાના સમર્થનમાં હિમાચલ મહિલા આયોગ

કંગનાની ઓફિસ તોડતા હિમાચલ પ્રદેશના મહિલા આયોગે આ વાતને ગંભીરતાથી લીધી છે. આ કેસમાં આયોગે રાષ્ટ્રીય મહિલા આયોગને પત્ર લખ્યો છે અને માગણી કરી છે કે એક્ટ્રેસની સાથે થયેલા કથિત ઉત્પીડનમાં આયોગ કોઈ પગલા લે.

કંગનાએ કહ્યું, ઓફિસ રિપેર કરાવવાના પૈસા નથી

કંગના રનૌતના મતે તેની પાસે હવે પોતાની ઓફિસ રિપેર કરાવવાના પૈસા નથી. કંગનાએ ટ્વીટમાં કહ્યું હતું, ‘મેં 15 જાન્યુઆરીના રોજ મારી ઓફિસનું ઓપનિંગ કર્યું હતું. ત્યારબાદ તરત જ કોરોના આવ્યો હતો અને મોટાભાગના લોકોની જેમ જ મેં પણ કોઈ કામ કર્યું નહોતું. મારી પાસે ઓફિસ ફરીથી બનાવવાના પૈસા નથી. હું આ જ ખંડેરમાં રહીને કામ કરીશ.’

https://twitter.com/KanganaTeam/status/1304071986134491143?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1304071986134491143%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fbollywood%2Fnews%2Fkangana-actress-said-even-bal-thackeray-was-afraid-that-shiv-sena-would-one-day-become-congress-asked-sonia-gandhi-arent-you-sad-about-what-happened-to-me-127708072.html

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments