દિલ્હીમાં ચૂંટણી પરિણામો પહેલાં જ ભાજપના એવા પોસ્ટર્સ થયા વાયરલ કે લોકોએ કહ્યું હાર માની લીધી

0
18

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની દિલ્હીના પ્રદેશ કાર્યાલય પર એક પોસ્ટર ચર્ચાનો વિષય છે. આ પોસ્ટર છપાયા બાદ એવી અટકળો ચાલી રહી છે કે ભાજપ મતની ગણતરી પહેલા જ પોતાની હાર સ્વીકારી ચૂકી છે?

  • દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે મતગણતરી
  • ભાજપ કાર્યાલય પર લાગ્યા બેનર
  • ‘અમે વિજયથી અહંકારી નથી અને હારથી અમે નિરાશ નથી.’

ભાજપના દિલ્હી કાર્યાલયમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તેના પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો ફોટો છે અને તેમાં લખ્યું છે – ‘અમે વિજયથી અહંકારી નથી અને હારથી અમે નિરાશ નથી.’ આ પોસ્ટર ભાજપના દિલ્હી યુનિટ દ્વારા લગાવવામાં આવ્યું છે. જોકે, મતોની ગણતરી પૂર્વે ભાજપના નેતાઓએ વિજયનો દાવો કર્યો છે.

ભાજપે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ

ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ જણાવ્યું હતું કે, હું નર્વસ નથી. મને વિશ્વાસ છે કે,. આજે ભાજપ માટે સારો દિવસ છે. અમે આજે દિલ્હીની સત્તામાં આવીશું. જો અમે 55 બેઠકો પર જીત હાંસલ કરીએ છીએ તો આશ્ચર્યચકિત ન થતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here