રામલલાના વકીલે કહ્યું- 1949માં મૂર્તિ મૂકવામાં આવી તે પહેલા પણ આ જગ્યા હિંદુઓ માટે પૂજનીય હતી

0
21

નવી દિલ્હીઃ અયોધ્યા ભૂમિ વિવાદ મામલાને લઈને સુપ્રીમ કોર્ટમાં મંગળવારે 5માં દિવસે સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન રામલલા વિરાજમાનના વકીલ સીએસ વૈદ્યનાથને દલીલો કરી હતી. તેમણે કહ્યું કે 1949માં મૂર્તિઓ મૂકવામાં આવી તે પહેલા પણ જન્મસ્થાન હિંન્દુઓ માટે પૂજનીય જ હતું. કોઈ સ્થાનને પૂજનીય બનાવવા માટે ત્યાં માત્ર મૂર્તિની જરૂરીયાત નથી. અમે ગંગા અને ગોવર્ધન પર્વતનું પણ ઉદાહરણ આપી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટે ગત સુનાવણીમાં રામલલાના વકીલને પૂછયું હતું કે શું શ્રીરામના કોઈ વંશજ અયોધ્યા કે વિશ્વમાં છે ?

રામલલા તરફથી સિનિયર વકીલ વૈદ્યનાથને કહ્યું કે 72 વર્ષના મોહમ્મદ હાશિમે જૂબાનીમાં કહ્યું હતું કે તે હિંદુઓ માટે અયોધ્યા જેટલું મહત્વ રાખે છે, તેટલું જ મુસ્લમાનો માટે મક્કાનું મહત્વ છે.

રામલલા તરફથી વકીલ વૈદ્યનાથને કહ્યું કે સુપ્રીમ કોર્ટે જ તેના એક ચૂકાદામાં કહ્યું હતું કે મંદિર માટે મૂર્તિ હોવી જરૂરી નથી. હવે રામજન્મભૂમિને લઈને જે આસ્થા છે, તે તમામ શરતોને પુરી કરે છે.

વકીલ વૈદ્યનાથે મુસ્લિમ પક્ષની દલીલને વાંચી અને કહ્યું કે તેમની પાસે કોઈ સબૂત નથી કે તેમની પાસે કોઈ કબ્જો છે કે કબ્જો ચાલી રહ્યો છે. તેમણે તે વાત પણ કરી કે જો કોઈ સ્થાને દેવતા છે, તો પછી તે માટે આસ્થા હોવી જોઈએ.

તેની પર જસ્ટિસ અશોક ભૂષણે ચિત્રકૂટમાં કામદગિરી પરિક્રમાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે લોકોને આસ્થા અને વિશ્વાસ છે કે વનવાસ જતી વખતે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા અહીં રહ્યાં હતા. રામલલા વિરાજમાન તરફથી સે કે. પરાસરણે કહ્યું કે આ મામલાને કોઈ રીતે ટાળવો ન જોઈએ. જો કોઈ વકીલે કેસ હાથામાં લીધો છે તો તેને પુરો કરવો જોઈએ. વચ્ચે કોઈ બીજો કેસ ન લેવો જોઈએ. કે.પરાસરણે તેની દલીલ પુરી કરી દીધી છે. હવે રામલલા તરફથી એસ.સી વૈદ્યનાથ તેમની દલીલ કરી રહ્યાં છે.

વૈદ્યનાથને કહ્યું કે મસ્જિદ પહેલા આ જગ્યાએ મંદિર હતું, તેનું કોઈ સબૂત નથીકે બાબરે જ આ મસ્જિદ બનાવી હતી. મુસ્લિમ પક્ષે દાવો કર્યો હતો કે તેમન પાસે 438 વર્ષથી જમીનનો અધિકાર છે, જોકે હાઈકોર્ટે પણ તેમની આ વાતને માની ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here