એન્ટીબોડી નહીં શરીરમાં આ સેલ્સ હશે તો પણ કોરોના ભાગશે 100 ફૂટ દૂર, આ છે ઇમ્યુનિટીની ગેરંટી

0
0

આ સપ્તાહ દરમિયાન બહાર પાડવામાં આવેલા એક મહત્વપૂર્ણ વેક્સિન ડેટામાં કોરોના માટે ઈમ્યુનિટીને લઈ ટી-સેલ્સને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કે આખરે આ ટી-સેલ્સ શું છે, તે કઈ રીતે કામ કરે છે અને કયા કારણથી તેને કોરોના સંક્રમણ સામે એન્ટીબોડી કરતા વધુ વિશ્વસનીય માનવામાં આવે છે.

કોરોના સામે અસરકારક વેક્સિન માટે મહત્વના

હકીકતે કોરોના વેક્સિનના પરીક્ષણ દરમિયાન જો શરીરમાં એન્ટીબોડીની ઉપસ્થિતિ જોવા મળે તો શરીરમાં વાયરસ વિરૂદ્ધ ઈમ્યુનિટી બની રહી છે તેવું માનવામાં આવે છે. જો કે AstraZeneca Plc, Pfizer Inc. અને તેના પાર્ટનર BioNTech SEની સાથે સાથે ચીનની CanSino Biologics Inc. ના કોરોના વેક્સિન સાથે સંકળાયેલા ડેટામાં એન્ટીબોડીના બદલે ટી-સેલ્સની ઉપસ્થિતિને ઈમ્યુનિટી માટે વધુ મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો જો શરીરમાં ટી-સેલ્સ સક્રિય છે તો તે ઘણા લાંબા સમય માટે ઈમ્યુનિટીની ગેરન્ટી છે.

શું છે T-સેલ્સ

ટી-સેલ્સને ટી-લિમ્ફોસાઈટ પણ કહેવામાં આવે છે. તે લ્યુકોસાઈટ એટલે કે વ્હાઈટ બ્લડ સેલનો એક પ્રકાર છે જે આપણી ઈમ્યુન સિસ્ટમનો એક ખૂબ મહત્વનો હિસ્સો છે. ટી-સેલ્સ સંક્રમિત કોશિકાઓ પર સીધો હુમલો કરે છે અને બીજા ઈમ્યુન સેલ્સને સક્રિય કરે છે.

શું તે એન્ટીબોડી કરતા વધુ વિશ્વસનીય છે?

કોરોના મામલે થઈ રહેલા સંશોધનના ખુલાસા પ્રમાણે એન્ટીબોડીઝ લાંબા સમય સુધી સક્રિય નથી રહેતા અને તેમની સંખ્યામાં ખૂબ ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. બીજી બાજુ ટી-સેલ્સ સંક્રમિત કોશિકાઓને સંપૂર્ણપણે ખતમ કરે છે. તેમને અનેક દશકા સુધી જૂની બીમારી યાદ રહે છે અને જ્યારે પણ શરીર પર તે પ્રકારે હુમલો થાય ત્યારે તે પહેલી વખત આપ્યો હતો તેવો જ રિસ્પોન્સ આપે છે. કોરોના વાયરસના જ એક પ્રકાર SARS માટે 2003ના વર્ષમાં જે લોકોના શરીરમાં ટી-સેલ્સ રિસ્પોન્સ સર્જાયેલો તે એ બીમારીના 17 વર્ષ બાદ પણ સક્રિય છે. મતલબ કે તે લોકો ફરીથી SARSથી સંક્રમિત નહીં થાય.

સંક્રમણના પ્રમાણનું રહસ્ય ઉકેલાશે

કોરોના વાયરસ દર્દીઓ પર અલગ અલગ રીતે હુમલો કરી રહ્યો છે. કોઈ વ્યક્તિને ખૂબ જ હળવું સંક્રમણ લાગે છે જ્યારે કેટલાકને ખૂબ ભારે સંક્રમણ થાય છે. એટલી હદે કે દર્દીના મોત પણ થાય છે. બની શકે કે તેના પાછળનું કારણ દર્દીના શરીરમાં પહેલેથી ટી-સેલ્સની ઉપસ્થિતિનું પ્રમાણ હોય. જો કે આ અંગે ચોક્કસ દાવો કરવા હજુ વધારે સંશોધનની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here