Thursday, October 28, 2021
Homeસેક્સ નહીં, રાત્રે પાર્ટનર સાથે બેડરૂમમાં માત્ર એકબીજાને અડીને સૂવો તો પણ...
Array

સેક્સ નહીં, રાત્રે પાર્ટનર સાથે બેડરૂમમાં માત્ર એકબીજાને અડીને સૂવો તો પણ થાય અઢળક લાભ!

સુવુ એ આપણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક વ્યક્તિ આ વાતને ભલીભાતી જાણે છે. સામાન્ય રીતે માણસને દરરોજ 7 થી 8 કલાકની ઉંઘની જરૂર પડે છે. શું તમે જાણો છો કે જીવનસાથી સાથે સૂવાથી ઘણા આરોગ્યને લગતા લાભ પણ થાય છે. આ એક વૈજ્ઞાનિક ખ્યાલ છે કે, તમારા જીવનસાથી અથવા જેને કોઈને પ્રેમ કરો છે તેની સાથે સૂવાથી આપણને શાંતિ અને સલામતીની ભાવના અનુભવાય છે.

જેને તમે પ્રેમ કરો છો તેની સાથે સૂવાથી તમને સલામતીનો અનુભવ થાય છે. તેની સાથે સુતી વખતે આરામ અને હળવાશ અનુભવાય છે. તમારા જીવનસાથી સાથે સૂવાથી રોગપ્રતિકારક શક્તિને પણ વેગ મળે છે. આપણા મગજના ઘણા રસાયણો બહાર નીકળી જાય કે જેનાથી શરીરની રોગપ્રતિકાર શક્તિ વધે છે. આની સાથે, જ્યારે તે શાંતિથી સૂઈ રહી છે ત્યારે શરીરને આરામ કરવાનો પૂરો સમય પણ મળે છે.

શું તમે ક્યારેય એ વાત નોટીસ કરી છે કે તમે આખો દિવસ થાકેલા ઘરે આવો છો અથવા કોઈ તણાવ સાથે ઘરે આવો છો, તે પછી જ્યારે તમે તમારા જીવનસાથી સાથે સૂતા હો ત્યારે તમને થાક ઓછો થઈ જાય છે. તણાવ ઓછો લાગે છે. જો તમે તણાવમાં એકલા સૂતા હોય તો તમે સૂઈ શકશો નહીં. તમને ઉંઘ જ નહીં આવે. પરંતુ જીવનસાથી સાથે ઝડપથી અને સારી રીતે સૂઈ શકો છો. આ એટલા માટે છે કારણ કે તમને જીવનસાથી સાથે સૂવાથી આનંદ મળે છે.

અસ્વસ્થતાને કારણે ઘણા લોકોને ઉંઘવામાં તકલીફ પડે છે. કેટલીકવાર આને કારણે લોકો આખી રાત સૂઈ શકતા નથી. તમારા જીવનસાથી અથવા ગર્લફ્રેન્ડ / બોયફ્રેન્ડ સાથે સૂવું તે તમારા સ્વાસ્થ્ય માટે માનસિક રીતે ખુબ જ સારું છે. ત્વચાથી ચામડીનો સ્પર્શ એડ્રેનલ ગ્રંથિને રોકવા માટે તમારી કોર્ટિકલ ગ્રંથિને સંકેત મોકલે છે. સરળ શબ્દોમાં કહીએ તો તમારા જીવનસાથીના સ્પર્શથી તમારું શરીર અને મન બંને હળવા થઈ જાય છે. જેથી તણાવ અને ભય બંને દૂર કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments