અંબાજી : કોરોના ના ભયના માહોલ વચ્ચે પણ ચોરોના ત્રાસથી રબારીવાસ ના યુવાઓ પોતાના ઘર ની સુરક્ષા કરવા રાત્રે જાગી જાતે ચોંકી કરવા બન્યા મજબુર….

0
14
હાલમાં જ્યારે કોરોના વાયરસ નો સંકટ દેશભરમાં ફાટી નીકળ્યો છે ત્યારે લોકોને કોરોના વાયરસ નો ડર તો સતાવી રહ્યો છે પરા સાથે પોતાના ઘરની સુરક્ષા નો ડર પણ સતાવી રહ્યો છે રાજસ્થાન બોર્ડરને અડીને આવેલુ ગુજરાતનું શક્તિપીઠ યાત્રાધામ અંબાજી કે જે ગુજરાતનું નહીં પર વિશ્વનું શક્તિપીઠ તરીકે ગણાય છે ત્યારે યાત્રાધામ અંબાજી ના રબારીવાસ કે જે અંબાજી નો છેવાડાનો વિસ્તાર હોય અને જંગલ વિસ્તારને અડીને આવેલ છે અને આ વિસ્તારમાં અનેક વાર તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટનાઓ સામે આવી છે.
ત્યારે હાલમાં કોરોના વાયરસ ના ખોફ વચ્ચે પણ ત્રણેક વાર આ વિસ્તારમાં ચોરીની ઘટના બની છે ત્યારે આ વિસ્તારના યુવાનો દ્વારા અંબાજી પોલીસ સ્ટેશનમાં અરજી લખીને જાણ કરવામાં આવેલ ત્યારે અંબાજી પોલીસ સ્ટેશનમાંથી યુવાઓને જાણવા મળેલ છે હાલમાં કોરોના વાયરસ ના લીધે સમગ્ર પોલીસ સ્ટાફ કામે લાગેલો હોય તમારા વિસ્તારમાં સ્ટાફ મોકલી શકીશું નહીં પણ તમારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા ગાડી આવશે ત્યારે આ યુવાઓ દ્વારા સ્વૈચ્છિક નિર્ણય કરી અને પોતાની ઘરની સુરક્ષા પોતે કરવા જાગૃત બની અને છેલ્લા એક મહિનાથી રબારીવાસ વિસ્તારના યુવાઓ  ની સાથે ઉંમર લાયક પણ આખી રાત ભર જાગી અને પોતાના ઘરની સુરક્ષા કરી રહ્યા છે આં વિસ્તારના યુવાઓ રોજ રાત્રે વીસ જેટલા યુવાઓ ભેગા થઈ ચાર-ચાર ની ટુકડી બનાવી અને ગલી ,શહેરીઓ માં ફરી અને પોતાના ઘરની સહિત વિસ્તારની સુરક્ષા કરી રહ્યા છે.
આ યુવાઓ જોડે વાત કરતા યુવાએ જણાવ્યું હતું કે અમને કોરોના વાયરસ નો ડર તો સતાવી રહ્યો જ છે પણ સાથે સાથે અમારા ઘરની સુરક્ષા નો પણ ડર અમને સતાવી રહ્યો છે જો અમે રાત ભર ના જાગીએ તો કયા ટાઇમે કઈ જગ્યા ચોરી થાય તે નક્કી નથી તેથી અમે અમારા વિસ્તારના સૌ યુવાઓ ભેગા મળીને રોજ વીસ જેટલા છોકરા અને આ વિસ્તારના ઉંમર લાઈફ માણસો પણ અમારી સાથે નાઇટ માં જોડાઈ અને અમે સૌ આખી આખી રાત જાગી અને પહેરેદારી કરી રહ્યા છીએ અને અમે છેલ્લા એક મહિનાથી સતત અમારા વિસ્તારની સુરક્ષા માટે જાતેજ પહેરેદારી કરવા મજબૂર બન્યા છીએ.
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here