રાજકોટ : પોરબંદરમાં આજે પણ ડિફેન્સના 8 જવાનોને કોરોના, બે દિવસમાં 16 જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

0
7

પોરબંદરની સિવિલ હોસ્પિટલમાંથી 55 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ડિફેન્સના 8 જવાનોને કોરોરો પાઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે 47ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ગઇકાલે પણ 8 જવાનોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આથી ડિફેન્સના ટોટલ 16 જવાનો કોરોનાગ્રસ્ત બન્યા છે.

અમદાવાદથી રાજકોટ આવેલા મહિલા તબીબને પોઝિટિવ રિપોર્ટ

અમદાવાદથી 30 મેના રોજ ડો.સ્વાતી મધુસુદનને પારેવડી ચોકમાં આવેલી ફર્ન હોટલમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. આજે તેનું સેમ્પલ લઇ પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યું હતું. આથી તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આથી તેઓને સારવાર માટે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદથી ઝડપાયેલા આરોપીનો રિપોર્ટ પોઝિટિવ

રાજકોટમાં અમદાવાદથી ઝડપાયેલા આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી રાજકોટમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 118 પર પહોંચી ગઈ છે. જ્યારે ભાવનગરમાં 4 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી 3 અમદાવાદથી અને 1 સુરતથી આવેલ છે. જેથી ભાવનગરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 128 પર પહોંચી ગઈ છે.

મામલતદાર જાનકી પટેલે કોરોના સામેનો જંગ જીત્યો

રાજકોટના એડી. કલેક્ટર જે.કે પટેલની મામલતદાર દીકરીનો કોરોના રિપોર્ટ 15 દિવસ પહેલા પોઝિટિવ આવતા ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટર્સ અને નર્સ સ્ટાફની સેવાને કારણે મામલતદાર જાનકી પટેલ કોરોના સામેનો જંગ જીતી જતા આજે તેમને રજા અપાઈ હતી. ડોક્ટરે જણવ્યું હતું કે છેલ્લે કરવામાં આવેલો રિપોર્ટ નેગેટિવ આવતા જાનકી પટેલને રજા આપવામાં આવી છે. જાનકી પટેલને રજા અપાતા જે.કે. પટેલ દીકરીને તેડવા હોસ્પિટલ પહોચ્યાં હતા. પરંતુ જાનકી સેલ્ફ ડ્રાઈવ કરીને જ પિતાના ઘરે પહોંચી ગયા હતા.

ભાવનગરમાં વધુ 4 કેસ પોઝિટિવ

ભાવનગરમાં 3 અમદાવાદથી અને 1 સુરતથી આવેલ વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. શિહોર સોનગઢ આંબલા ક્વાર્ટર પંચાલમાં રહેતા વિજયબેન ઘનશ્યામ ગોસ્વામી (ઉંમર-60), ઘનશ્યામ ડોલરગીરી ગોસ્વામી (ઉંમર-70) જે બંને પતિ-પત્ની છે, ESI હોસ્પિટલ આનંદનરમાં રહેતા રાજેશભાઈ ધનજીભાઈ સોલંકી (ઉંમર-38), અને મફતનગર રસાલા કેમ્પમાં રહેતા બર્ષા અશોકભાઈ કેવલાણી (ઉંમર-23)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ 4 પૈકી રાજેશભાઈ સિવાયના તમામની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે. જ્યારે રાજેશભાઈ સુરતની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.

ભાવનગરમાં યુવક અને યુવતીએ કોરોનાને પરાસ્ત કર્યો 

ભાવનગર આઇસોલેશન વોર્ડમાંથી બે દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ખેડૂતવાસ રેલવે પાટા પાસે રહેતા કિશન દિનેશભાઈ ચૌહાણ (ઉં.વ. 22) અને સુભાષનગર હરિરામનગર બેમાં રહેતા રિદ્ધિબેન શિવરાજસિંહ પરમાર (ઉં.વ.27) બંનેના રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સઘન સારવાર બાદ રોગ મુક્ત થતાં નવી ગાઇડલાઇન મુજબ બંનેને હોસ્પિટલ તરફથી રજા આપવામાં આવી છે.

રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો 

દારૂના કેસમાં અમદાવાદથી ઝડપાયેલ આરોપી ભાવેશ દેહાભાઈ ડાભીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને ક્રાઈમ બ્રાન્ચમાં દોડધામ મચી ગઈ છે. આરોપીને પકડવા ગયેલા PSI અસલમ અન્સારી, રાઇટર અનિલસિંહ ગોહિલ, કૃષ્ણસિંહ ઝાલા અને પ્રદીપસિંહ ગોહિલને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચને સેનિટાઈઝ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 118 થઇ

રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 118 પર પહોંચી છે. જેમાં 85 કેસ શહેરના અને 33 કેસ ગ્રામ્યમાં નોંધાયા છે. રાજકોટ શહેરમાં 85માંથી 76 લોકો સાજા થઇ ગયા છે અને હાલ 6 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કેસ વધી રહ્યા છે. આથી આરોગ્ય વિભાગ માટે પણ ચિંતાનો વિષય છે. રાજકોટના હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્વરમાં છેલ્લા ઘણા દિવસોથી એક પણ કેસ નોંધાયો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here