Friday, April 19, 2024
Homeઆજે પણ રાજ્યના 17 તાલુકામાં વરસાદ નોંધાયો, જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સૌથી...
Array

આજે પણ રાજ્યના 17 તાલુકામાં વરસાદ નોંધાયો, જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ 1 ઈંચ માળીયામાં

- Advertisement -

ગાંધીનગર. આજે સતત ચોથા દિવસે રાજ્યમાં વરસાદ મેઘમહેર જારી છે અને રાજ્યના 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન જૂનાગઢના માળીયામાં સૌથી વધુ એક ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ શહેર અને તાલુકામાં 10 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટના જેતપુરમાં પણ 10 મિમિ વરસાદ નોઁધાયો છે. આ ઉપરાંત જૂનાગઢાના મેંદરડામાં 6 અને વિસાવદરમાં 5 મિમિ વરસાદ નોઁધાયો છે.

આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન નોઁધાયેલો 5 મિમિ સુધીનો વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
જૂનાગઢ માળીયા 24
જૂનાગઢ જૂનાગઢ 10
જૂનાગઢ જૂનાગઢ શહેર 10
રાજકોટ જેતપુર 10
જૂનાગઢ મેંદરડા 6
જૂનાગઢ વિસાવદર 5

 

કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગે આજે બુધવારે કચ્છ તથા દેવભૂમિ દ્વારકા તથા આસપાસના વિસ્તારોમાં બુધવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર નજીક સમુદ્રમાં લૉ-પ્રેશર સર્જાયું હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જે હજુ પણ ચાલુ રહેશે.

દેવભૂમિ દ્વારકામાં સાર્વત્રિક અને કચ્છ, જામનગર, પોરબંદરમાં પણ સારો વરસાદ

ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પર મેઘરાજા ઓળઘોળ થયા હતા. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખંભાળિયામાં 12 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત કલ્યાણપુરમાં 11 ઈંચ, દ્વારકામાં 9 ઈંચ, ભાણવડમાં 8 ઈંચ વરસાદ નોંધાયો હતો. કચ્છ જિલ્લામાં પણ મેઘમહેર રહી હતી.  કચ્છના માંડવી અને મુન્દ્રામાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. જામનગરના જામજોધપુર અને પોરબંદરના કુતિયાણામાં પણ 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. નખત્રાણા અને માણાવદરમાં 6 ઈંચ તેમજ જામનગરના લાલપુર અને પોરબંદરમાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગઈકાલે 7 જુલાઈએ રાજ્યમાં વરસેલા 1થી વધુ ઈંચ વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 299
દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 285
દેવભૂમિ દ્વારકા દ્વારકા 229
દેવભૂમિ દ્વારકા ભાણવડ 208
કચ્છ માંડવી 183
કચ્છ મુન્દ્રા 181
જામનગર જામજોધપુર 179
પોરબંદર કુતિયાણા 168
કચ્છ નખત્રાણા 154
જૂનાગઢ માણાવદર 139
જામનગર લાલપુર 120
પોરબંદર પોરબંદર 115
પોરબંદર રાણાવાવ 95
રાજકોટ ઉપલેટા 88
જામનગર જામનગર 84
કચ્છ અબડાસા 76
જામનગર કાલાવડ 74
જૂનાગઢ મેંદરડા 66
કચ્છ લખપત 60
રાજકોટ ધોરાજી 50
જૂનાગઢ વંથલી 99
જૂનાગઢ જૂનાગઢ 48
જૂનાગઢ જૂનાગઢ શહેર 48
જૂનાગઢ કેશોદ 47
જૂનાગઢ વિસાવદર 41
સુરત સુરત શહેર 40
જામનગર ધ્રોલ 37
વલસાડ ઉમરગામ 37
સાબરકાંઠા વિજયનગર 33
નવસારી જલાલપોર 31
જૂનાગઢ માળીયા 30
રાજકોટ જામકંડોરણા 29
જૂનાગઢ ભેસણ 28
ભરૂચ હાંસોટ 28
જામનગર જોડિયા 27
કચ્છ ભુજ 25
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular