Tuesday, December 7, 2021
Homeકોરોના ઈન્ડિયા : 6.97 લાખ કેસ : દરરોજ લગભગ 24 હજાર દર્દી...
Array

કોરોના ઈન્ડિયા : 6.97 લાખ કેસ : દરરોજ લગભગ 24 હજાર દર્દી વધી રહ્યા છે, આગામી મહિને દરરોજ 1 લાખ કેસ આવી શકે છે.

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 લાખ 97 હજાર 101 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 23932 દર્દી વધ્યા છે. હવે દરરોજ આવી રહેલા કેસની સંખ્યા 23 દિવસમાં બમણી થઈ રહી છે. જો ગતિ આવી જ રહેશે તો મહિનાના અંત સુધી 50 હજાર અને આગામી મહિનાના ત્રીજા સપ્તાહમાં 1 લાખ દર્દી પ્રતિદિવસ વધશે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 15826 દર્દી સાજા થયા છે, જ્યારે 420 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6555 કેસ આવ્યા છે.

એક દિવસમાં સૌથી વધુ 57 હજાર કેસ અમેરિકામાં આવ્યા 

અત્યાર સુધી દુનિયામાં એક દિવસમાં સૌથી વધુ 57232 કેસ અમેરિકામાં 2 જુલાઈએ આવ્યા હતા. ત્યારપછી બ્રાઝીલનો નંબર આવે છે. અહીંયા 19મેના રોજ સૌથી વધુ 55 કેસ સામે આવ્યા હતા.

દેશ તારીખ સૌથી વધુ કેસ જનસંખ્યા
અમેરિકા 2 જુલાઈ 57232 33 કરોડ
બ્રાઝીલ 19 જૂન 55209 21 કરોડ
ભારત 4 જુલાઈ 24018 135 કરોડ
રશિયા 11 મે 11656 14 કરોડ
પેરુ 31 મે 8805 3 કરોડ

 

અપડેટ્સ

  • આ સાથે જ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ નિર્ણય કર્યો છે કે તાજમહેલને હાલ પર્યટકો માટે નહીં ખોલવામાં આવે. જીલ્લામાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. પર્યટક સ્થળોને આજે પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકાશે
  • ભારતમાં કોરોના વાઈરસના કેસ રવિવારે રશિયા કરતા વધી ગયા છે. અહીંયા 6.97 લાખથી વધુ દર્દી થઈ ગયા છે, જ્યારે રશિયામાં 6.81 લાખ દર્દી છે. આ સાથે ભારત દુનિયામાં ત્રીજો સૌથી સંક્રમિત દેશ બની ગયો છે.

રાજ્યોની સ્થિતિઃ 

મધ્યપ્રદેશઃ અહીંયા છેલ્લા 24 કલાકમાં 326 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સૌથી વધુ 64 કેસ ગ્વાલિયરમાં અને ત્યારપછી 61 કેસ ભોપાલમાં સામે આવ્યા. ઈન્દોરમાં 23 દર્દીઓ મળ્યા હતા. આ સાથે જ અહીંયા સંક્રમિતોની સંખ્યા 4833 થઈ ગઈ છે. રાહતના સમાચાર તો એ છે કે અત્યાર સુધી 3772 દર્દી સાજા થઈ ચુક્યા છે.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6555 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જે એક દિવસમાં વધી રહેલા દર્દીઓનો બીજો સૌથી મોટો આંકડો છે. આનાથી એક દિવસ પહેલા જ અહીંયા સૌથી વધું 7074 કેસ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2102 કેસ થાણેમાં સામે આવ્યા છે.

ઉત્તરપ્રદેશઃ અહીંયા છેલ્લા 24 કલાકમાં 1153 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ ગાઝિયાબાદ અને ગૌતમબુદ્ધ નગરમાં સામે આવી રહ્યા છે. ગાઝિયાબાદમાં 2765 અને ગૌતમબુદ્ધ નગરમાં 2205 દર્દી મળ્યા છે.

રાજસ્થાનઃ રાજસ્થાનમાં 24 કલાકમાં 632 કેસ સામે આવ્યા હતા. પ્રતાપગઢમાં 48, પાલીમાં 33, જયપુરમાં 31, અલવરમાં 23, જાલૌરમાં 18, બીકાનેરમાં 12, ભરતપુરમાં 08, અજમેર, દૌસા અને ઝૂંઝૂનૂમાં 7-7, રાજસમંદમાં 06, કોટામાં 5 બાંરા અને ઉદેયપુરમાં 4-4, ભીલવાડા, ઝાલાવાડ અને ટોંકમાં 3-3,ચુરુ અને ડૂંગરપુરમાં 1-1 દર્દી મળ્યા હતા.

બિહારઃ અહીંયા 24 કલાકમાં 403 કેસ સામે આવ્યા હતા. મધુબનીમાં 12 દર્દી મળ્યા હતા. ત્યારપછી શહેરને ત્રણ દિવસ માટે સીલ કરવાનો નિર્ણય લેવાયો છે. તો આ તરફ વિધાન પરિષદના અધ્યક્ષ અવધેશ નારાયણ સિંહના કોરોના પોઝિટિવ આવ્યા પછી તેમના સંપર્કમાં આવેલા મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ડે.સીએમ સુશીલ મોદીનો પણ ટેસ્ટ કરાયો છે. નીતીશ કુમારનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments