પ્રાંતિજ : ગટર સફાઇ કરવા માટે ગટર માં ઉતરેલ રોજમદાર નું ગટરમાં શ્વાસ રૂંધાઇ જતાં મોત .

0
63

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ વિસ્તાર ગટર સફાઇ કરવા માટે ગટર માં ઉતરેલ રોજમદાર નું ગટરમાં રૂંધાઇ જતાં મોત નિપજ્યું હતું તો ગટર માં બચાવા માટે પડેલ ને પણ અન્ય આવેલ લોકો એ બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો .

પ્રાંતિજ નગરપાલિકા ભાખરીયા બસસ્ટેન્ડ વિસ્તાર માં નગરપાલિકા ની ગટર લાઇન માં નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ કોન્ટ્રાક્ટર નો રોજમદાર ગટર સફાઈ માટે ગટરમાં ઉતર્યો હતો  જેમાં બાદરજી કાંતિજી મસાર વખતપુરા તાલુકો આંબાપુરા જી.બાસવાડા ઉંમર વર્ષ આશરે-૩૨ ગટર માં ઉતર્યો હતો તે દરમ્યાન બાદરજી ને શ્વાસ લેવામાં તકલીફ પડતાં બુમાબુમ કરતાં લોકો દોડી આવ્યા હતાં અને તેને બચાવવા માટે ત્યાંથી પ્રસાર થતા  રજનીભાઇ ગોવિદભાઇ પરમાર પણ ગટર માં ઉતર્યો હતો પણ તેનો પણ શ્વાસ રૂંધાઇ જતાં બુમાબુમ કરતાં તેને બહાર કાઢવામાં આવ્યો હતો અને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તો એકઠાં થયેલ લોકોએ  બાદરજી કાંતિજી મસાર ને પણ ગટર માથી મૃત હાલત માં બહાર કાઢવામાં આવ્યો હતો.

તો ધટના ની જાણ પ્રાંતિજ પાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ ને તથા કેટલાક કોર્પોરેટરો ધટના સ્થળે દોડી આવ્યા હતાં તો આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસ ને થતાં પ્રાંતિજ પોલીસ પણ ધટના સ્થળે દોડી આવી મૃતક ને પ્રાંથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમઅર્થે ખસેડવામાં આવ્યો હતો અને  આગળ ની તપાસ હાથધરી હતી .

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here