અનલોક-1 – ગુજરાતમાં 1લી જૂનથી સ્કૂલ-કોલેજ, ધાર્મિક સ્થળો-મોલ-મલ્ટીપ્લેક્સ સિવાય બધું ખુલ્લું: એસટી-સિટી બસ શરૂ

0
29
ફાઇલ તસવીર
 • સ્કૂલો-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ જુલાઈમાં શરૂ કરવાની વિચારણા કરાશે ત્યાં સુધી વેકેશન : CM રૂપાણી
 • રાજ્યમાં ઓડ ઇવન પદ્ધતિ બંધ કરવામાં આવશે
 • ટુવ્હીલર પર હવે બે જણાં બેસી શકશે
 • અમદાવાદમાં એએમટીએસ સહિત એસટી બસ સેવા ચાલુ કરવામાં આવશે.
ફાઇલ તસવીર

સીએન 24, ગુજરાત

અમદાવાદકેન્દ્ર સરકારની ગાઇડલાઇન બાદ રાજ્ય સરકારે અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. જેને પગલે તેમણે અનલોક-1ને લઇને મહત્વની જાહેરાત કરી છે. સોમવારથી સમગ્ર રાજ્યમાં 60 ટકા બેઠક વ્યવસ્થા સાથે એસટી બસ સેવા ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદમાં પણ AMTS બસ સેવા પણ 50 ટકા બેઠક વ્યવસ્થા સાથે ચાલુ કરવામાં આવશે. આ સિવાય રાજ્યમાં સીટી બસ પણ ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવામાં આવશે. આ ઉપરાંત 8મી જૂન બાદ ધાર્મિક સ્થળો, મોલ-મલ્ટીપ્લેકસ અંગે નિર્ણય લેવામાં આવશે.  શાળાઓ, કોલેજો જૂનમાં બંધ જ રહેશે. આ અંગે જુલાઈમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. કન્ટેઇન્ટમેન્ટ ઝોનની નવી યાદી આવતીકાલે સાંજે સરકાર નક્કી કરશે. આ ઉપરાંત જે લોકો માસ્ક નહીં પહેરે તેમને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સોમવારથી સચિવાલય પણ શરૂ થશે.

રાજ્યમાં કઈ-કઈ છૂટછાટ મળશે?

 • અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 60 ટકા બેછક વ્યવસ્થા સાથે ST બસ સેવા શરૂ કરવામાં આવશે
 • બજારોમાં ઓડ-ઇવન પદ્ધતિ બંધ, તમામ દુકાનો ખોલી શકાશે
 • સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ કરી શકાશે
 • મોલ, હોટેલ, રેસ્ટોરાં આગામી એક સપ્તાહમાં ખૂલશે
 • AMTS સહિત સમગ્ર રાજ્યમાં 50 ટકા સિટિંગ સાથે સીટી બસ સેવા ચાલુ કરવામાં આવશે
 • ટુ-વ્હીલર પર બે જણાં બેસીને જઈ શકશે
 • ફોર વ્હીલરમાં 1+2 અને મોટી ફોર વ્હીલરમાં 1+3નો નિયમ યથાવત્ રહેશે
 • કન્ટેઇન્ટમેન્ટ ઝોન સહિત સમગ્ર રાજ્યમાં ફુલ સ્ટાફ સાથે બેન્ક પણ ચાલુ કરવામાં આવશે
 • સચિવાલય અને સરકારી કચેરીઓ સોમવાર ૧લી જૂનથી સંપૂર્ણપણે શરૂ થશે

સરકારે બેઠક યોજી લીધો નિર્ણય
કેન્દ્ર સરકારે લોકડાઉન 5.0 જાહેર કર્યું છે અને 30 જૂન સુધી લંબાવવામાં આવેલા આ લોકડાઉન માટે મોદી સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. તેને અનલોક 1 (UNLOCK 1) નામ આપ્યું છે. તે પ્રમાણે કન્ટેઈનમેન્ટ ઝોન બહાર સરકારે તબક્કાવાર છૂટછાટ આપી છે. આ સંદર્ભે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક  મળી છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો પણ હાજર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here