મહિલાઓ અસુરક્ષિત : ચાલુ ટ્રેને વલસાડની શિક્ષિકા સાથે દુષ્કર્મનો પ્રયાસ, સુરતમાં પડોશીનું 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ

0
63

વલસાડઃ વલસાડની એક શિક્ષિકા વડોદરા રક્ષાબંધન નિમિત્તે ભાઈને રાખડી બાંધવા વડોદરા ગઈ હતી. વડોદરાથી ગુજરાત કવિનમાં પરત ફરતા ગુરૂવારે રાત્રીના 11:40 ના સુમારે નવસારી-અમલસાડ વચ્ચે વલસાડની શિક્ષિકાને કોચમાં એકલી જોઈ એક હિન્દી ભાષી યુવકે તેણીનું મોઢું દબાવી અભદ્ર અડપલાં કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. સદ નસીબે ટ્રેન અમલસાડ ઉભી રહેતા શિક્ષિકા આ નરાધમની ચુંગલમાંથી છુટકારો મેળવી ટ્રેનમાંથી ઉતરી પડી હતી. ત્યાર બાદ યાત્રીઓની મદદ મેળવવા આગળના જનરલ કોચમાં પહોંચી ગઈ હતી. જેના પગલે જનરલ કોચમાંથી 2-3 યાત્રીઓ મહિલા કોચમાં દોડી જતા નરાધમ યુવક ફરાર થઇ ગયો હતો. શિક્ષિકાએ વલસાડ આવતા વલસાડ GRP પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નવસારી અમલસાડ વચ્ચે નરાધમ દ્વારા કરવામાં આવતા અડપલાં માટે વલસાડ રહેતા પતિની મદદ માંગવામાં આવી હતી. પતિએ વલસાડ કંટ્રોલ રૂમ ઉપર ફોન કરી ઘટનાની જાણ કરી હતી.

ચોકલેટની લાલચે કર્યું દુષ્કર્મ
સુરતમાં પડોશીઓ દ્વારા બાળકીને હવસનો શિકાર બનાવવાનો વધુ એક કિસ્સો કાપોદ્વા પોલીસની હદમાં બન્યો છે. જેમાં 21 વર્ષના પડોશી અજીત રાજેન્દ્રપ્રસાદ વિશ્વકર્મા મોબાઇલમાં અશ્લીલ વીડિયો જોયા બાદ 3 વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને પોતાના રૂમે લાવી પોતાની હવસનો શિકાર બનાવી હતી. ઘટના બન્યા પછી નરાધમે મોબાઇલમાંથી વીડિયો પણ ડિલીટ કર્યો હોય એવું લાગે છે. બાળકી સાથે દુષ્કર્મ કરી નરાધમે માર પણ માર્યો હતો. બીજા દિવસે સવારે બાળકી ટોઇલેટ માટે ગઈ ત્યારે ટોઇલેટના ભાગે દુખાવો થતો હતો. માતાએ બાળકીના ગુપ્ત ભાગે ચેક કરતા લોહી જામેલું હતું. માતાએ બાળકીને આ બાબતે પૂછતાં તેણે પડોશમાં રહેતા અજીતનું કારસ્તાન જણાવ્યું હતું. માતાની ફરિયાદને પગલે પોલીસે નરાધમની ધરપકડ કરી છે.

રામપુરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ
દાહોદ શહેર નજીક આવેલા ગામમાં રહેતી યુવતી એફવાયબીએમાં અભ્યાસ કરે છે. શુક્રવારના રોજ બે લેક્ચર ભર્યા બાદ આ યુવતી કોલેજથી પગપાળા દાહોદના બસ સ્ટેન્ડે આવી રહી હતી. ત્યારે પૂર્વ પ્રેમી અજીત બારિયા યુવતીને બળબજરીથી અપહરણ કરી જંગલમાં લઈ ગયો હતો. જ્યાં યુવતી પાસે ખોટી માગણી કરતાં તે વશ થઇ ન હતી. આ દરમિયાન દાહોદ તાલુકાના રાબડાળ ગામમાં રહેતો સુરમલ મકના માવી, માતવા ગામનો મનુ મડિયા પલાસ અને વાંદરિયા ગામનો શૈલેષ રમસુ ડામોર તેમની પાસે ધસી આવ્યા હતાં. આ ચાર હિસ્ટ્રીશીટરો યુવકો છે. તેણે પ્રેમીને ઝાડ સાથે બાંધી દીધો હતો ત્યાર બાદ બે યુવકો યુવતીને જંગલમાં ધસડી ગયા હતાં. બંનેએ યુવતીના બંને હાથ બાંધી દઈ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની ફરિયાદના પગલે પોલીસે 4ની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here