Thursday, April 18, 2024
Homeઑટોમોબાઈલઈવીટ્રિક મોટર્સ ભારતમાં પહેલી મોટરસાયકલ ઈવીટ્રિક રાઇઝ કરી લોન્ચ

ઈવીટ્રિક મોટર્સ ભારતમાં પહેલી મોટરસાયકલ ઈવીટ્રિક રાઇઝ કરી લોન્ચ

- Advertisement -

ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ઈવીટ્રિક મોટર્સે ભારતમાં પોતાની પહેલી મોટરસાઇકલ ઈવીટ્રિક રાઇઝ લોન્ચ કરી છે. તેની શરૂઆતી કિંમત 1.60 લાખ રૂપિયા (એક્સ શો-રૂમ પ્રાઈસ) છે. આજથી બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. તમે તેને 5,000 રૂપિયાથી બુક કરાવી શકો છો. રાજસ્થાનમાં કંપનીના ડીલર્સની બેઠક દરમિયાન દાવો કરવામાં આવ્યો છે કે, લોન્ચ કરવામાં આવેલી આ મોટરસાઈકલની ટોપ સ્પીડ 70 કિમી પ્રતિ કલાકની છે અને તે એકવાર ચાર્જ કર્યા પછી 110 કિ.મી.થી વધુની રેન્જ આપે છે.

ઈવીટ્રિકના પોર્ટફોલિયોમાં પહેલેથી જ ત્રણ ઇલેક્ટ્રિક સ્કૂટર છે – એક્સિસ, રાઇડ અને માઇટી. આ વાહનો 22 રાજ્યોમાં 125 ટચપોઇન્ટના નેટવર્ક દ્વારા વેચવામાં આવી રહ્યા છે. ઈવીટ્રિક રાઇઝમાં 2000 વોટની BLDC મોટર અને 70v/40ah લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે. આ ઇ-બાઇકને 10amp માઇક્રો ચાર્જર સાથે ચાર કલાકમાં ફૂલ ચાર્જ કરવામાં આવે છે, જે ઑટો કટ ફીચર સાથે આવે છે. ઈવીટ્રિક મોટર્સના માલિક મનોજ પાટિલે જણાવ્યું હતું કે, “અમે અમારી પ્રથમ ‘મેક ઇન ઇન્ડિયા’ ઇલેક્ટ્રિક બાઇક લાવવા માટે ઉત્સાહિત છીએ.

ઈવીટ્રિક મોટર્સ પુણે સ્થિત ઓટોમેશન કંપની PAPLનો એક ભાગ છે. તેણે ગયા જુલાઈમાં ઇલેક્ટ્રિક ઑટો સેક્ટરમાં ઝંપલાવ્યું હતું અને આ બિઝનેસમાં તેમની 100 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની અને ઇલેક્ટ્રિક સ્કૂટર, સાયકલ, બાઇક અને થ્રી-વ્હીલર લોન્ચ કરવાની યોજના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular