Sunday, November 28, 2021
HomeEVM-VVPAT માટે ગુજરાતના 33 જિલ્લામાં 101 કરોડના ખર્ચે વેરહાઉસ બનાવાનો પ્લાન
Array

EVM-VVPAT માટે ગુજરાતના 33 જિલ્લામાં 101 કરોડના ખર્ચે વેરહાઉસ બનાવાનો પ્લાન

અમદાવાદ: આગામી લોકસભાની ચૂંટણીમાં ઈવીએમ-વીવીપેટમાં ચેડા કે ઘાલમેલ ન થાય તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચનાના આધારે દેશના દરેક રાજ્ય અને જિલ્લામાં વેરહાઉસનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ગુજરાતના 33 જિલ્લામાં પણ 101 કરોડના ખર્ચે વેરહાઉસ બનાવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં 6 વેરહાઉસ તૈયાર

ગુજરાતના 33 જિલ્લામાં વેરહાઉસ બનાવના પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જેમાંથી 6 જિલ્લામાં વેરહાઉસ તૈયાર થઈ ચૂક્યાં છે. અમરેલી, બોટાદ મોરબી, પોરબંદર, ગીરસોમનાથ અને મહિસાગર જિલ્લાઓના હેડક્વાર્ટરમાં વેરહાઉસ ઉભા કરાયા છે.

વેરહાઉસ બનાવવા 3 કેટેગરીમાં જમીન ફાળવાઈ

વેરહાઉસ બનાવવા માટે દરેક જિલ્લામાં ઈવીએમ-વીવીપેટની જરૂરિયાતના આધારે 750 ચો.મીટર, 1450 ચો.મીટર અને 2100 આમ ત્રણ કેટેગરીમાં જમીન ફાળવાઈ છે. તેમજ આર્કિટેક્ટ દ્વારા વિશેષ ડિઝાઈન પણ તૈયાર કરાઈ છે. અમદાવાદમાં ઉપયોગમાં લેવાતા 22489 ઈવીએમ અને 11447 વીવીપેટ મશીનો રાખવા માટે મોટેરા ખાતે રાજ્યનું સૌથી મોટું વેરહાઉસ 4200 ચો.મીટરમાં તૈયાર થઈ રહ્યું છે.

વેરહાઉસ બહાર પોલીસનો પહેરો

મળતી માહિતી પ્રમાણે ઈવીએમ-વીવીપેટ મશીન સાથે કોઈ ચેડા ન થાય તે માટે સીસીટીવી કેમેરા વિજિલન્સ અને ફાયર સિસ્ટમ ધરાવતા વેરહાઉસમાં બારી વગર એક જ દરવાજો રહેશે. ડબલ લોક સિસ્ટમ રહેશે. જેની એક ચાવી કલેક્ટર તો બીજી નાયબ કલેક્ટર પાસે રહેશે. સાથે જ હથિયારબદ્ધ પોલીસ પહેરો આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments