પરીક્ષા પે ચર્ચા : 7 એપ્રિલે સાંજે 7 વાગે ઇન્ટરેક્શન પ્રોગ્રામ યોજાશે

0
2

બોર્ડ પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીનાં ઈન્ટરેક્શન પ્રોગ્રામ ‘પરીક્ષા પે ચર્ચા’ની ડેટ જાહેર કરી છે. આ કાર્યક્રમની વર્ચ્યુઅલ મોડમાં આયોજન 7 એપ્રિલે સાંજે 7 વાગ્યે થશે. પીએમ મોદીએ આ વિશે તેમના ઓફિશિયલ અકાઉન્ટ પર જાણકારી આપી છે.

વડાપ્રધાને પોસ્ટ શેર કરી લખ્યું કે, અમારા બહાદુર એક્ઝામ વોરિયર્સ, પેરેન્ટ્સ અને ટીચર્સની સાથ અલગ-અલગ વિષયો પર ઘણા મજેદાર પ્રશ્નો અને યાદગાર ચર્ચા માટે 7 એપ્રિલે સાંજે 7 વાગ્યે પરીક્ષા પે ચર્ચા પર જોડાઓ.

12 લાખથી વધારે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું
પીએમ મોદીએ પોસ્ટની સાથે ચર્ચા સંબંધિત એક વીડિયો પણ શેર કર્યો છે. આ વર્ષે પરીક્ષા પે ચર્ચા-2021 માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ 14 માર્ચે પૂરી થઇ ગઈ હતી. પ્રોગ્રામ માટે અત્યાર સુધી 12 લાખથી વધારે કેન્ડિડેટ્સે રજીસ્ટ્રેશન કરાવ્યું. તેમાં 9 લાખથી વધારે વિદ્યાર્થીઓ, 2 લાખથી વધારે ટીચર અને 1 લાખથી વધારે પેરેન્ટ્સ સામેલ છે. કાર્યક્રમ માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન કોમ્પિટિશનથી કરવામાં આવશે.

‘મન કી બાત’ કાર્યક્રમમાં આ વિશે કહ્યું
પીએમ મોદીએ 28 ફેબ્રુઆરી, 2021ના રોજ તેમના રેડિયો પ્રોગ્રામ મન કી બાતના 74માં એપિસોડમાં આગામી વાર્ષિક પરીક્ષાઓ વિશે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, આવનારા અમુક મહિનાઓ વિદ્યાર્થીઓ માટે વધારે મહત્ત્વના છે. સ્ટુડન્ટે ચિંતિત થવાને બદલે એક યોદ્ધાની જેમ પરીક્ષાની તૈયારી કરવી જોઈએ.

2018થી શરુઆત થઇ હતી
પીએમ વર્ષ 2018થી બોર્ડની પરીક્ષાનાં વિદ્યાર્થીઓ સાથે લાઈવ ઇન્ટરેક્શન કરે છે. આ વર્ષે CBSE ધોરણ 10 અને 12નો બોર્ડ એક્ઝામ 4 મેથી 11 જૂન દરમિયાન લેવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here