દહેગામ : ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાનો શાંતીમય માહોલમા પુર્ણ થવા પામી

0
10

દહેગામ ખાતે આવેલ મ્યુનિશિપલ બોઈઝ હાઈસ્કુલમા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ પુર્ણ થતા શાળાના આચાર્યો અને શિક્ષકોએ રાહતનો શ્વાસ લીધો.

દહેગામ ખાતે આવેલ મ્યુનિશિપલ બોઈઝ શાળાના આચાર્ય અને શાળાના સ્ટાફે ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ શાંતીમય માહોલમા પુર્ણ થાય તેના માટે પ્રયત્નશીલ રહીને પ્રસંશનીય કામગીરી કરી પરીક્ષાઓ પુર્ણ થતા રાહતનો શ્વાસ લીધો.

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ શાંતીમય માહોલમા પુર્ણ થવા પામી છે ત્યારે દહેગામ ખાતે આવેલ મ્યુનિશિપલ બોઈઝ શાળાના આચાર્ય ધીરજભાઈ પ્રજાપતી અને મદદનીશ પરીક્ષા કેંદ્ર અધિકારી તેમજ આ શાળાના શિક્ષકોએ ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ ખુબ જ શાંતીમય માહોલમા પુર્ણ થાય તેના માટે ખડેપગે ઉભા રહીને તમામ પ્રકારની સુવિધાઓ અને સગવડો વિદ્યાર્થીઓને મળી રહે તેના માટે પ્રયત્નશીલ આ સ્ટાફ રહેવા પામ્યો હતો.

 

તેના માટે શાળામા સીસીટીવી કેમેરા અને ચોખ્ખાઈ, પાણીની સુવિધા તેમજ કડક પોલીસ બંદોબસ્ત સાથે આ કેંદ્ર કાર્યરત થવા પામ્યુ હતુ અને સવાર અને બપોરના સમયે ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામા સ્કોડવોડ દ્વારા કડક મોનીટરીંગ કરવામા આવતુ હતુ અને શાળામા કોઈ અનિચ્છીત બનાવ ન બને તેના માટે આ શાળાના મુખ્ય અધિકારી અને શિક્ષકો દ્વારા પુરતુ ધ્યાન આપીને ખુબ જ શાંતીમય માહોલ સાથે પરીક્ષાઓ પુર્ણ થતા આ શાળાના આચાર્ય અને શિક્ષકોએ સારી કામગીરી કરીને રાહતનો દમ લીધો હતો.

બાઈટ : ધીરજભાઈ પ્રજાપતી, આચાર્યશ્રી, મ્યુનિસિપલ હાઈસ્કુલ, દહેગામ

આ શાળામા કડક પોલીસ બંદોબસ્ત, સ્કોડવોડ અને સીસીટીવી કેમેરા સામે વિદ્યાર્થીઓએ ખુબ જ શાંતીમય માહોલમા પરીક્ષા આપી હતી. આ શાળામા સુપરવીઝન કરતા સુપરવાઈઝરો દ્વારા સારી કામગીરી થતા શાળાના સ્ટાફે ખુબ જ રાહતનો શ્વાસ લીધો હતો. અને આજે છેલ્લા દીવસે દહેગામ ખાતે આવેલી બોઈઝ હાઈસ્કુલમા વિદ્યાર્થીઓના સન્માનીત કરીને કોયોના વાયરસની માહિતી આપી દવાનો છંટકાવ કરીને શાળામા પ્રવેશ આપવાની કામગીરી શાળાના આચાર્ય અને સુપરવાઈઝર દ્વારા કરવામા આવી હતી.

  • આ મ્યુનિશિપલ બોઈઝ હાઇસ્કુલ શાળાના આચાર્ય અને શિક્ષકોએ ખડેપગે ઉભા રહીને પરીક્ષા કેંદ્રની પુરતી તકેદારી લીધી હતી
  • આ શાળામા કડક પોલીસ બંદોબસ્ત, સ્કોડવોડ અને સીસીટીવી કેમેરા સામે વિદ્યાર્થીઓએ ખુબ જ શાંતીમય માહોલમા પરીક્ષા આપી હતી
  • આ શાળામા સુપરવીઝન કરતા સુપરવાઈઝરો દ્વારા સારી કામગીરી થતા શાળાના સ્ટાફે ખુબ જ રાહતનો શ્વાસ લીધો હતો.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ. CN24NEWS, દહેગામ, ગાંધીનગર  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here