બોર્ડની પરીક્ષા : ધોરણ 10 અંગ્રેજી વિષયમાં ‘હાઉડી મોદી’ અંગે 4 માર્કનો પ્રશ્ન પુછાયો

0
40
Houston: President Donald Trump arrives to speak at the "Howdy Modi: Shared Dreams, Bright Futures" event with Indian Prime Minister Narendra Modi at NRG Stadium, Sunday, Sept. 22, 2019, in Houston.AP/PTI Photo(AP9_22_2019_000241B)

અમદાવાદ: ગુરુવારે શરૂ થયેલી ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા પહેલા દિવસે ધો. 10 અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી વિષયની પરીક્ષામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હાઉડી મોદી’ કાર્યક્રમ થયેલો અનુભવ લખો તે વિષય પર આધારિત 4 માર્કનો ડાયરી અંગે પ્રશ્ન પુછાયો હતો.


ધો. 10 અંગ્રેજી વિષય અંગે નિષ્ણાત શિક્ષક સચિન નાયક અને પંકજ શુક્લએ જણાવ્યું કે, આ સાથે જ 7 માર્કસનો ચંન્દ્ર યાન-2 ભારતનું ગૌરવ, ઓનલાઈન-ઓફલાઈન શોપિંગેનો નિબંધ પૂછાયો હતો. ડાયરી અંગેનો ‘કૌન બનેગા કરોડપતિ’માં અમિતાભ બચ્ચન સાથે થયેલા સંવાદનો અનુભવ લખો સહિતના પ્રશ્નો પૂછાયા હતા. બીજી તરફ ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં ગુજરાતી વિષયમાં રાષ્ટ્રીય એકતા, પર્યાવરણ બચાવો, પ્રવાસનું જીવનમાં સ્થાન જેેવા નિબંધ પુછાયા હતા. વ્યાકરણમાં 1 માર્કનો ‘પૃથ્વી છંદ’ કોર્સ બહારનો પૂછાયો હતો.
શિક્ષણ બોર્ડની ધો.10ની ગુજરાતી (ગુજરાતી માધ્યમ પ્રથમ ભાષા), અંગ્રેજી (અંગ્રેજી માધ્યમ પ્રથમ ભાષા) વિષયની પરીક્ષાના પ્રશ્નો સરળ હતા. જ્યારે ધો 12 સાયન્સ ફિઝિક્સ, ધો. 12 કોમર્સની પરીક્ષાના પ્રશ્નો પણ સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ હતા.
ફિઝિક્સ અંગે વિષય નિષ્ણાત શિક્ષક પુલકિત ઓઝાએ કહ્યું કે, 12 સાયન્સ ફિઝિક્સનના પેપરમાં એમસીક્યુ ખૂબ જ સરળ હતા. ગણતરીવાળા પ્રશ્નો ઓછા હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ નહતી પડી. પ્રશ્નપત્રમાં એનસીઈઆરટીનો નવો કોર્સ હોવાથી વિદ્યાર્થીઓમાં જે ડર હતો, તે આવા સરળ પ્રશ્નોથી દૂર થયો હતો. જ્યારે ધો. 12 કોમર્સ નામાના મૂળતત્વો અંગે વિષય નિષ્ણાત શિક્ષક કપિલ ટેવાણીએ કહ્યું કે, સેકશન-એમાં બહુવિકલ્પ પ્રશ્નો અત્યંત સરળ હતા.
કોરોનાના ડરથી વિદ્યાર્થીઓએ માસ્ક પહેરી પરીક્ષા આપી
કોરોના વાયરસના ડરને લીધે વિદ્યાર્થીઓએ માસ્ક પહેરીને પરીક્ષા આપવી પડી હતી. શહેરની દિવ્યપથ સ્કૂલના સંચાલકો દ્વારા પરીક્ષા પહેલા જ વિદ્યાર્થીઓને માસ્ક આપ્યા હતા.
બોર્ડની એપ્લિકેશન હેન્ગ થતાં ફોટા અપલોડ ન થયા
બોર્ડે પેપરની સિક્યુરિટી માટે લાગુ કરેલી એપ્લિકેશન પહેલા જ દિવસે હેંગ થઇ ગઇ હતી. એક સાથે પરીક્ષા કેન્દ્રો પરથી ફોટો અપલોડ કરાતા મુશ્કેલી થઈ હતી. સ્કૂલ સંચાલકોના જણાવ્યા મુજબ, પેપર શરૂ થયાની 45 મિનિટ સુધી ફોટો અપલોડ કરવાની સૂચના હતી. પરીક્ષા કેન્દ્ર પર પ્રશ્નપેપરના બોક્સના 4 બાજુ, ઉપર-નીચેના મળી 6 ફોટો અપલોડ કરવાના હોય છે.
પહેલા દિવસે 3 કોપી કેસ, 1 પાસેથી ફોન મળ્યો
ધો.10 અને 12ની પરીક્ષાના પહેલા દિવસે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાંથી કુલ 3 કોપી કેસ નોંધાયા છે. જેમાં ધો. 10માં 2 અને ધો. 12ના ભૌતિકશાસ્ત્રના પેપરમાં 1 કોપી કેસ નોંધાયો છે. વેજલપુરની શારદા શીશુવિહાર સ્કૂલમાં ધો.10ના ગુજરાતીનું પેપર શરૂ થયાના 18 મિનિટમાં વિદ્યાર્થીના મોંબાઇલની રિંગ વાગી હતી. જુનાગઢમાં ધો.10 અને 12ની ડુપ્લિકેટ હોલટીકિટ બનાવનારા 47 લોકો સામે પોલીસ કાર્યવાહી કરાઈ હતી. બોર્ડે રાજ્યની તમામ સ્કૂલોને આજે પરિપત્ર કરીને સુચના આપી છે કે કોઇપણ વિદ્યાર્થીની હોલ ટિકીટનું વેરિફિકેશન કર્યા વગર પ્રવેશ આપવો નહીં.
પ્રથમ વાર 100 માર્કસના પ્રશ્નોના સ્થાને 80 માર્કસના 32 પ્રશ્નોનું પ્રશ્નપત્ર સંતુલિત હતું
ધો. 10 ગુજરાતી માધ્યમ ગુજરાતીનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી હતી. ગુજરાતી વિષય નિષ્ણાત શિક્ષક દેવલ નાયકે કહ્યું કે,પેપર સ્ટાઈલ મુજબ સૌ પ્રથમ વાર 100 માર્કસના પ્રશ્નોના સ્થાને 80 માર્કસના 32 પ્રશ્નોનું પ્રશ્નપત્ર સંતુલિત હતું. સ્વચ્છતાનો અહેવાલ લેખનનો પ્રશ્ન સરળ પૂછાયો હતો. 16 માર્કના વ્યાકરણ આધારિત એમસીક્યુ પૂછાયા હતા. ગદ્ય અને પદ્ય વિભાગના સવાલ-જવાબ ખૂબ જ સરળ હતા. જ્યારે ધો. 10 અંગ્રેજી માધ્યમ અંગ્રેજીનું પેપર લેન્ધી, પરંતુ બેલેન્સ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here