Friday, December 3, 2021
Homeઅમદાવાદ : ગૂજરાત વિદ્યાપીઠનો પરીક્ષા કાર્યક્રમ જાહેર, 6 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી...
Array

અમદાવાદ : ગૂજરાત વિદ્યાપીઠનો પરીક્ષા કાર્યક્રમ જાહેર, 6 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી 5 તબક્કામાં યોજાશે પરીક્ષા

અમદાવાદ. મહામારી કોરોના વચ્ચે આજે ગૂજરાત વિદ્યાપીઠની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ પરીક્ષા UGC(યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ની ગાઈડલાઈન મુજબ 6 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી એમ 5 તબક્કામાં લેવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાના 2 દિવસ પહેલા કેમ્પસમાં બોલાવવવામાં આવશે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે હોસ્ટેલમાં 30થી 40 વિદ્યાર્થીઓને જ રખાશે.

રાજ્યની તમામ યુનિવર્સિટીની પરીક્ષા 30 સપ્ટેમ્બર સુધીમાં પુરી કરાશે

રાજ્યના શિક્ષણ વિભાગે 8 જુલાઈના રોજ ગુજરાતની તમામ યુનિવર્સિટીની પરીક્ષા 30 સપ્ટેમ્બર સુધીમાં પુરી કરી લેવા આદેશ કર્યો હતો. સાથે સાથે UGC અને રાજ્યની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષાનું આયોજન કરવા જણાવ્યું છે, આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઑફલાઈનના બે વિકલ્પ આપવા પણ સૂચન કર્યું છે.

હોલ ટિકિટ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવી પડશે

રાજ્યના શિક્ષણ વિભાગે કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપવા ઇચ્છતા હોય તેના માટે પણ વ્યવસ્થા કરવાની રહેશે.જે વિદ્યાર્થીઓને વિદેશમાં જવાનું હોય વધુ અભ્યાસ અર્થે કે અન્ય જગ્યાએ એડમિશન લેવાનું હોય તો 30 જુલાઇ સુધીમાં પરીક્ષા લેવાની તક આપવાની રહેશે. પરીક્ષા દરમિયાન આરોગ્યલક્ષી તકેદારી રાખવાની રહેશે. તેની સાથે સાથે વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટ કે પરીક્ષા આપવા માટે વધુ આવન જાવન ન કરવી પડે એટલા માટે હોલ ટિકિટ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવી પડશે. તેમજ દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર પણ રાખવું પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments