કોરોના ઈન્ડિયા : દિલ્હીની દરેક યુનિવર્સિટીની પરિક્ષાઓ રદ, વિદ્યાર્થીઓને જૂની પરિક્ષાના આધારે પ્રમોટ કરાશે, દેશમાં 8.22 લાખ કેસ

0
0

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8 લાખ 22 હજાર 603 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. શુક્રવારે એક દિવસમાં રેકોર્ડ 27 હજાર 761 દર્દી વધ્યા હતા. સાથે જ 20 હજાર 246 દર્દી સાજા પણ થયા હતા. આ દરમિયાન દિલ્હીની દરેક યુનિવર્સિટીની પરિક્ષાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં વિદ્યાર્થીઓને આગળની પરિક્ષાના રિઝલ્ટના આધારે પ્રમોટ કરવામાં આવશે.

સૌથી વધુ મહારાષ્ટ્રમાં 7862 અને તમિલનાડુમાં 3680 કેસ વધ્યા. કર્ણાટકમાં 2223 અને દેશની રાજધાની દિલ્હીમાં 2090 નવા દર્દી વધ્યા હતા. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં 1608, ઉત્તરપ્રદેશમાં 1338, તેલંગાણામાં 1278 અને પશ્વિમ બંગાળમાં 1198 દર્દી મળ્યા હતા. તો આ તરફ ઉત્તરપ્રદેશમાં શુક્રવારની રાતે 10 વાગ્યાથી 13 જુલાઈની સવાર પાંચ વાગ્યા સુધી લોકડાઉન લાગુ થયું છે. આ દરમિયાન માત્ર જરૂરી સામાનની દુકાનો ખુલ્લી રહેશે.

સોરાયસિસની દવાથી કોરોનાની સારવારને મંજૂરી 

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ કોરોના વાઈરસની સારવાર માટે ત્વચા સંબંધિત બિમારી(સોરાયસિસ)ના ઈટોલીજુમૈબ ઈન્જેક્શનનો શરતો સાથે ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. જેનો ઉપયોગ એ દર્દીઓ પર કરવામાં આવશે, જે સંક્રમિત થયા પછી મેડિકલ ટર્મ RDSથી પીડિત છે. આવી સ્થિતિમાં શ્વાસ સંબંધિત તકલીફ પણ થઈ શકે છે. DCGEના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, ભારતમાં કોવિડ-19ના દર્દીઓ પર ઈન્જેક્શનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેના પરિણામ ઘણા સારા મળ્યા હતા.

કોરોના અપડેટ્સ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. છેલ્લા 24 કલાકમાં 27 હજાર 114 કેસ સામે આવ્યા અને 519 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધી 8 લાખ 20 હજાર 916 કેસ સામે આવ્યા છે. જેમાંથી 2 લાખ 83 હજાર 407 એક્ટિવ દર્દી છે.સાથે જ પાંચ લાખ 15 હજાર 386 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધી 22 હજાર 123 લોકોના મોત થયા છે.

મધ્યપ્રદેશઃ ભોપાલમાં 31 જુલાઈ સુધી દર રવિવારે કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કરાયો છે. એટલે કે બજાર, ઓફિસ પુરી રીતે બંધ રહેશે. ઈન્દોરમાં પણ રવિવારે સંપૂર્ણ બંધ રહેશે. મંદસૌરમાં શનિવારે સાંજે 7 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન છે.

મહારાષ્ટ્રઃ પૂણે અને પિંપડી-ચિંચવાડમાં 13થી 23 જુલાઈ સુધી લોકડાઉન રહેશે. ઔરંગાબાદમાં 10 થી 18 જુલાઈ સુધી જનતા કર્ફ્યુ લગાડવામાં આવ્યું છે. કલ્યાણ વિસ્તારમાં 19 જુલાઈ સુધી લોકડાઉન વધારી દેવાયું છે. પોલીસ વિભાગમાં છેલ્લા 48 કલાકમાં 222 કેસ સામે આવ્યા છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં ત્રણ દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરાઈ છે. આ દરમિયાન મથુરાના મુખ્ય મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે. આવી જ સ્થિતિ અન્ય શહેરોની પણ રહેશે. માત્ર જરૂરી સામાનની દુકાનો ખુલ્લી રહેશે.

રાજસ્થાનઃ અજમેરની ભાજપ ધારાસભ્ય અનિતા ભદેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો આ તરફ જોધપુરમાં ચોથા દિવસે 100થી વધુ દર્દી મળ્યા હતા. અહીંયા હાઈકોર્ટ બેંચના 9 રીડર અને બાબુ સંક્રમિત મળી આવ્યા છે. આ ઉપરાંત, અજમેરમાં 36, બીકાનેરમાં 35, ભરતપુરમાં 25, ચુરુમાં 15, હનુમાનગઢમાં 13, નાગૌરમાં 12, ધૌલપુરમાં 09, સીકરમાં 08, કોટા અને ઝૂંઝૂનૂમાં 7-7 સંક્રમિત મળ્યા છે.

બિહારઃ રાજ્ય સરકારે પટના એઈમ્સને કોરોના ડેડિકેટેડ હોસ્પિટલ જાહેર કરી દીધી છે. અહીંયા 500થી વધુ બેડ છે. આ સાથે જ રાજ્યના તમામ નવ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલના અડધા બેડ રિઝર્વ કરવાનો નિર્ણય કર્યો છે. આ પ્રકારે રાજ્યના કોરોના ડેડિકેટેડ ત્રણ મેડિકલ હોસ્પિટલ માટે 2344 બેડથી વધુ, લગભગ 2650 બેડ ઉપલબ્ધ હશે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here