Sunday, October 24, 2021
Homeઓલીની વધુ એક હરકત : નેપાળના થોરીમાં રામના જન્મના પુરાવા આપવા ખોદકામ...
Array

ઓલીની વધુ એક હરકત : નેપાળના થોરીમાં રામના જન્મના પુરાવા આપવા ખોદકામ કરવામાં આવશે, ઓલીએ રામનું જન્મ સ્થળ હોવાનો દાવો કર્યો હતો

કાઠમાંડૂ. નેપાળના વડાપ્રધાન ઓલીએ થોડા દિવસો પહેલા દાવો કર્યો હતો કે ભગવાન રામનો જન્મ ભારતના અયોધ્યા નહિં પરંતુ નેપાળના બીરગંજની નજીક થોરીમાં થયો હતો. આ દાવાના પુરાવા આપવા માટે હવે નેપાળની સરકાર થોરીમાં ખોદકામ કરશે. આ માહિતી ન્યુઝ એજન્સીએ આપી છે. ખોદકામની જવાબદારી નેપાળના આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટને આપવામાં આવી છે.

ઓલીએ કહ્યું હતું કે સીતા માતા જ નહિ પરંતુ પ્રભુ શ્રીરામનો જન્મ પણ નેપાળના બીરગંજ જિલ્લામાં થયો હતો. તેમણે થોરી નામની જગ્યાને રામનું જન્મસ્થળ ગણાવ્યું હતું. આ દાવાની ઘણી મજાક ઉડાવવામાં આવી હતી.

ખોદકામના પ્લાન પર વાતચીત
ઓલીના નિવેદન પછી તેમના આદેશ પર નેપાળનો ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી(DOA) એક્ટિવ થઈ ગયો છે. તેણે કેટલાક મંત્રાલયો સાથે પણ વાતચીત કરી છે. બીરગંજના થોરીમાં સર્વે કરાવવાની તૈયારી છે. પછીથી ખોદકામનું કામ શરૂ થશે જેથી વાસ્તવિક અયોધ્યા અહીં હોવાના દાવાના પુરાવા એકત્રિત કરી શકાય. DOAના પ્રવક્તાનું માનવું છે કે ઘણા બીજા મંત્રાલયો સાથે સર્વે અને ખોદકામના કામને લઈને ચર્ચા શરૂ કરવામાં આવી છે.

પહેલા એક્સપર્ટ્સની સલાહ
DOAના ડાયરેક્ટર દામોદર ગૌતમે કહ્યું- એ વાત સાચી છે કે અમે અહીં પહેલા સર્વે કરાવવા જઈ રહ્યાં છે. આ કારણે અમે સંબધિત મંત્રાલયો સાથે વાતચીત શરૂ કરી છે. આ સિવાય અમે એક્સપર્ટ્સની સલાહ પણ લેવા જઈ રહ્યાં છે, જેથી કોઈ પણ પરિણામ પર ઝડપથી પહોંચી શકાય.

હા, અમારી પાસે કોઈ આધાર નથી
જોકે મજાની વાત એ છે કે ગૌતમ પણ એમ માને છે કે થોરીમાં રામના જન્મનો કોઈ આધાર તેમની પાસે નથી. તેમણ કહ્યું- વડાપ્રધાને દાવો કર્યો છે એટલે એ અમારી જવાબદારી છે કે આ મામલામાં કાર્યવાહી કરવામાં આવે અને આગળ વધીએ. હું એ દાવો કરી શકતો નથી કે અમારી પાસે આ વાતનો કોઈ આધાર છે કે ભગવાન શ્રીરામનો જન્મ નેપાળમાં થયો હતો.

ઓલીએ શું દાવો કર્યો હતો
ગત સપ્તાહે ઓલીએ તેમના ઘરે ભાનુ જયંતીના એક કાર્યક્રમમાં કહ્યું હતું- ભગવાન રામ ભારતીય નહિ પરંતુ નેપાળી હતા. ઓરીજનલ અયોધ્યા ભારતમાં નહિ પરંતુ નેપાળના બીરગંજમાં છે. તેમણે ભારત પર સાંસ્કૃતિક દમન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. ઓલીએ કહ્યું કે વિજ્ઞાન માટે નેપાળના યોગદાનની હમેશાં અવગણના કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments