શ્રાવણમાં શિવજીને પ્રસન્ન કરવા માટે ચઢાવો બિલિપત્ર સિવાય આ પત્તા

0
49

શ્રાવણમાં જ ભગવાન શિવે પાર્વતી માતાને પત્ની રૂપે સ્વીકાર કર્યો હતો અને તેમણે કહ્યુ હતુ કે, જે ભક્તો શ્રાવણ મહિનામાં મારી પૂજા કરશે, તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થઇ જશે. તમે શ્રાવણમાં શિવજીને માત્ર બિલિપત્ર જ નહીં બીજા પણ ઘણા પત્તા ચઢાવીને મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો, આ રીતે તમે આર્થિક-સામાજિક સ્થિતિને પણ સુધારી શકો છો. આવો જાણીએ આવા પત્તાઓ વિશે.

શિવપુરાણ અનુસાર, ભગવાન શિવને આકડાના પત્તા ખૂબ જ પસંદ છે. શ્રાવણમાં આકતાના પત્તા અને ફૂલ ચઢાવવાનું શુભ માનવામાં આવે છે.

–  જો તમારી પાસે બિલિપત્ર ના હોય તો વાંસના પત્તા પણ શિવજીને ચઢાવી શકો છો. જે લોકો સંતાન સુખ ઇચ્છે છે તેમણે દરરોજ શિવજીને વાંસના પત્તા ચઢાવવા જોઇએ. આમ કરવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે.

– દરેક વ્યકિત ઇચ્છે છે કે પરિવારના સભ્યો લાંબું જીવન જીવે. આ માટે શિવજીને દુર્વાનું ઘાસ ચઢાવી શકો છો. દૂર્વામાં અમૃતનો વાસ માનવામાં આવે છે. દુર્વા ભગવાન શિવના પુત્ર ગણેશજીને પણ પસંદ છે.

 શ્રાવણમાં તમે બિલિપત્રની જગ્યાએ ભાંગના પત્તા પણ ચઢાવી શકો છો. શ્રાવણમાં ભગવાન શિવને પ્રસાદ રૂપમાં પણ ભાંગ વહેંચી શકાય છે.

– તમે દરરોજ શિવજીને ધતૂરો ચઢાવી શકો છો. શિવજીની પસંદગીની વસ્તુઓમાં ધતૂરાનુ એક અલગ સ્થાન છે.

– તમે પીપળાના પાનથી પણ ભગવાન ભોળાનાથની પૂજા કરી શકો છો. શ્રાવણ મહિનામાં પીપળાના પત્તાથી શિવજીની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે.

– શ્રાવણમાં ભગવાન શિવને શમીના પત્તા ચઢાવવાથી જીવનના તમામ દુખ અને કષ્ટ દૂર થાય છે. શમીના પત્તા શિવજી સિવાય ગણેશજીને પણ ચઢાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here