Saturday, April 20, 2024
Homeસાવધાન! ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ બીમાર કરી શકે છે
Array

સાવધાન! ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ બીમાર કરી શકે છે

- Advertisement -

આજકાલ યુવાનોમાં ઇયરફોનનું ચલણ વધારે વધવા લાગ્યું છે. વૉકિંગ પર નિકળ્યા હોય કે પછી બસમાં, મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોય ત્યારે લોકોના કાનમાં ઇયરફોન ચોક્કસથી જોવા મળશે. પરંતુ શું તમે જાણો છો કે ઇયરફોન લગાવવું અને તીવ્ર અવાજમાં ગીત સાંભળવા તમારા કાન માટે નુકશાનદાયક સાબિત થઇ શકે છે. એક રિપોર્ટ અનુસાર તેના વધુ ઉપયોગથી કાનમાં દુખાવો અને સાંભળવામાં પરેશાની જેવી સમસ્યા આવી શકે છે. એવામાં ઇયરફોનનો ઉપયોગ કરનાર લોકોને તેના સાથે સંકળાયેલા અસરની માહિતી હોવી જરૂરી છે. આ સાથે જ તમે તેનાથી બચવાની કેટલીક પદ્ધતિ અજમાવીને પણ તમે ઇયરફોનની ખરાબ અસરથી બચી શકો છો.

મગજ પર ખરાબ અસર થઇ શકે છે

કેટલાય કલાકો સુધી હેડફોન અને ઇયરફોનનો ઉપયોગ કરવાથી ન માત્ર કાનને નુકશાન પહોંચી શકે છે, પરંતુ તેનાથી મગજ પર પણ નકારાત્મક અસર પડી શકે છે. તેનું કારણ એ છે કે ઇયરફોનમાંથી નિકળતા ચુંબકીય તરંગો મગજની કોશિકાઓ પર ખરાબ અસર કરે છે. એવામાં વધુ સમય સુધી ઇયરફોનનો ઉપયોગ કરવાથી માથામાં દુખાવો, ઊંઘ ન આવવાની સમસ્યા, કાનમાં દુખાવો અને ડોકના કોઇ ભાગમાં દુખાવો થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઇયરફોનમાં આવનાર સૂક્ષ્‍મ ધ્વનિ પણ સ્પષ્ટ અને તીવ્ર સંભળાય છે. જો તમે તેનો ઉપયોગ કરવાનું ઇચ્છો જ છો તો તેને ઓછામાં ઓછા અવાજ પર રાખો.

સાફ-સફાઇનું ધ્યાન રાખો

આજે જે ઇયરફોનનો ઉપયોગ કરી રહ્યા છો તેમાં બેક્ટેરિયા હોવાનું જોખમ પણ રહે છે અને જ્યારે તમે તેને પોતાના કાનમાં તેને લગાઓ છો ત્યારે આ બેક્ટેરિયાના કારણે કાનમાં સંક્રમણ થવાની શક્યતા પણ વધી જાય છે. એવામાં તમારે તમારા ઇયરફોનની સાફ-સફાઇનું પૂરતું ધ્યાન રાખવું જોઇએ.

ઇયરફોન શેર ન કરશો

ઘણીવાર દોસ્તીમાં ઇયરફોન પણ શેર કરી લેવામાં આવે છે, પરંતુ તમારે એકબીજાના ઇયરફોન શેર કરવાનું ટાળવું જોઇએ. કારણ કે તેનાથી કોઇ અન્યનું સંક્રમણ તમારા કાન સુધી પહોંચીને તમને પણ નુકશાન પહોંચાડી શકે છે.

કાનમાં ઓછું સંભળાવું

જો તમે ઇયરફોનનો વધુ ઉપયોગ કરો છો તો તેનાથી તમારા કાનની સાંભળવાની ક્ષમતાને પણ અસર થઇ શકે છે. સામાન્ય રીતે કાનની સાંભળવાની ક્ષમતા 90 ડેસિબલ હોય છે, જે સતત ઇયરફોન લગાવીને સાંભળવાથી ધીમે-ધીમે 40 થી 50 ડેસિબલ જેટલી ઓછી થઇ જાય છે. ત્યારે કેટલાક કેસમાં આ બહેરાશનું કારણ પણ બની શકે છે.

વધુ સમય સુધી ઉપયોગ ન કરશો

જો તમે સંગીત સાંભળવાનો શોખ ધરાવો છો અને દરરોજ સંગીત સાંભળવા માટે ઇયરફોનનો ઉપયોગ કરો છો તો 2 કલાકથી વધુ સમય સુધી તમારા કાનમાં ઇયરફોન ન લગાવશો. વચ્ચે વચ્ચે કાનને આરામ આપો. નહીં તો સતત ઇયરફોન લગાવવાને કારણે તમારા કાનને નુકશાન પહોંચી શકે છે.

ઇયરફોનનો ઉપયોગ ટાળો

જો તમે માર્ગ પર ચાલી રહ્યા છો અથવા વાહન ચલાવી રહ્યા છો ત્યારે ઇયરફોનનો ઉપયોગ કરવાનું ટાળો.

જો તમારે તમારા કામના કારણે સતત કેટલાય કલાકો સુધી ઇયરફોનનો ઉપયોગ કરવો પડે છે ત્યારે એક કલાક દરમિયાન કેટલીય વાર 5-10 મિનિટનો બ્રેક લો. તેનાથી કાનને આરામ મળશે. આ સાથે જ સારા ક્વૉલિટીના ઇયરફોનનો જ ઉપયોગ કરો.

ઇયરફોન લગાવવાથી મલ્ટીપલ ફ્રિકવેન્સીની ટોન કાનનાં પડદાં સાથે અથડાય છે અને અથડાયા બાદ પરત પણ આવી જાય છે. એવામાં ઘણા બધો અવાજ કાનમાં અંદર ફરતો રહે છે. તેનાથી કાનની નસ કમજોર બની શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular