ટીવી સ્ટાર નકુલ મેહતા અને જાનકી પહેલા બાળકને આવકારવા ઉત્સાહિત, કહ્યું- ‘અમારું ક્વોરન્ટીન જરાપણ બોરિંગ ન હતું’

0
4

‘ઇશ્ક્બાઝ’ ફેમ ટીવી એક્ટર નકુલ મેહતા પિતા બનવાનો છે. સિંગર અને પ્રોડ્યુસર જાનકી પરીખ અને નકુલ પહેલીવાર પેરેન્ટ્સ બનવાના છે. કપલે સોશિયલ મીડિયા પર બેબી બમ્પ સાથેનો ફોટો શેર કરીને પ્રેગ્નન્સી અનાઉન્સ કરી છે. જાનકીએ પોસ્ટ શેર કરી લખ્યું કે, ‘અમારું ક્વોરન્ટીન જરાપણ બોરિંગ ન હતું. અમારું ગ્રેટેસ્ટ એડવેન્ચર શરૂ થયું.’

 

નકુલ મેહતાએ તેના અને જાનકીના અત્યારસુધીના ફોટોને ભેગા કરી તેમની લવ સ્ટોરીનો વીડિયો શેર કર્યો છે. પેરેન્ટ્સ બનવાની ખુશીમાં નકુલ અને જાનકીને તેમની ઇન્ડસ્ટ્રીના લોકોએ વધામણી આપી છે, જેમાં દ્રષ્ટિ ધામી, કરણ ટેકર, કરણ વી ગ્રોવર સહિતના સ્ટાર્સ સામેલ છે. નકુલ અને જાનકીએ 8 વર્ષ પહેલાં 28 જાન્યુઆરી 2012ના રોજ લગ્ન કર્યાં હતા.

 

 

પ્રેગનન્સીનો સમય

છેલ્લા થોડા સમયમાં ઘણા બધા સ્ટાર્સે તેમના પેરેન્ટ્સ બનવાના સમાચાર શેર કર્યા છે. અનુષ્કા શર્મા, કરીના કપૂર, ટીવી એક્ટ્રેસ અનિતા પણ પ્રેગ્નનન્ટ છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશાએ દીકરાને આ વર્ષે જ જન્મ આપ્યો. એક્ટ્રેસ અમૃતા રાવ પણ પહેલીવાર માતા બની છે, તેણે દીકરાનું નામ વીર રાખ્યું છે. ટીવી એક્ટર કરણવીર બોહરા અને તેની પત્ની બીજીવાર પેરેન્ટ્સ બનવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here