અમદાવાદ : અસારવામાં ભાજપના કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યની જ બાદબાકી.

0
12

દેવ દિવાળીના દિવસે સોમવાર એટલે 30 નવેમ્બરના દિવસે બંધારણના ધડ્વૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંદર્ભે અમદાવાદના અસારવા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક દલિત ધારાસભ્યની જ બાદબાકી કરવામાં આવી હતી. જેના પડઘા છેક ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યલય કમલમ ખાતે પણ પડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેશના પ્રથમ કાયદા મંત્રી ડોક્ટર બાબા આંબેડકરના અમદાવાદ આગમનના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અસારવા સ્થિત ઓમનગર સોસાયટી ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 30 નવેમ્બર ના રોજ સાંજે 6 વાગે યોજાયેલા પુષ્પાંજલિ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપના બે કોર્પોરેટર સહિત ભાજપના અનેક સ્થાનિક કાર્યકરો હાજર રહ્યા હતા. પરંતુ સ્થાનિક ભાજપ ધારાસભ્ય પ્રદીપ પરમાર હાજર રહ્યા ના હતા. જે અંગે કાર્યકરોમાં ચાલી રહેલી વાતચીત અનુસાર કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ જ આપવામાં આવ્યું ના હતું. જેથી તેઓ ઓમનગર સોસાયટીથી માત્ર 500 મીટર દુર રહેતા હોવા છતાં હાજર રહ્યા ના હતા. જયારે સ્થાનિક કોર્પોરેટર બીપીન પટેલ અને સુમન રાજપૂત હાજર રહ્યા હતા.

આમ સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટર વચ્ચે જુથવાદ હોવાનું ફરી ફલિત થયું હોવાનું પુરવાર થયું છે. કાર્યક્રમમાં હાજર ભાજપના એક કાર્યકરે નામ ના આપવાની શરતે કહ્યું હતું કે કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યની જ નહિ પરંતુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે રહેવા અને જમવાની સગવડ કરનાર કરશન ભાઈ લેઉવાના પ્રપોત્ર પણ ઓમનગર સોસાયટીમાં જ રહે છે તેમને પણ આમંત્રણ પણ આપવામાં આવ્યું ના હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ડોક્ટર બાબા સાહેબ 30 નવેમ્બર વર્ષ 1945ના રોજ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેઓ અમદાવાદ સ્થિત ઓમનગર સોસાયટી ખાતે તત્કાલીન સ્થાનિક કોર્પોરેટર કરશન ભાઈ લેઉવાના આવાસે જમવા રોકાયા હતા. જે નિમિતે કરશન ભાઈ લેઉવાના દોહિત્ર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રદેશ કાર્યલય કમલમમાં અનુસુચિત જાતિ મોરચાના કાર્યાલય સહમંત્રી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here