દહેગામ નગરપાલિકામાં કારોબારી સમિતિઓની રચના કરવામાં આવી : સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું.

0
7

દહેગામ નગરપાલિકામાં પ્રથમ સામાન્ય સભા મળવા પામી.
તેમાં કારોબારી સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવી.
તેમજ સર્વાનુમતે બહુમતીથી બજેટ મંજૂર કરવામાં આવ્યું.

ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા ખાતે પ્રથમ સામાન્ય સભા મળવા પામી હતી. આ સામાન્ય સભામાં ૨૩ જેટલા ભાજપના સદસ્યો હાજર રહેવા પામ્યા હતા. 5 સદસ્ય કોંગ્રેસના મળીને કુલ 28 સદસ્યો આજે આ સામાન્ય સભામાં હાજર રહેવા પામ્યા હતા. પ્રથમ તો કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. તેમાં કારોબારી ચેરમેન તરીકે શશીકાંત ઉર્ફે પીન્ટુભાઇ ગોવિંદભાઈ અમીન તેમજ બાંધકામ સમિતિ શિક્ષણ સમિતિ આરોગ્ય સમિતિ જેવી ૧૪ જેટલી સમિતિઓનાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી.

બાઈટ પીનાબેન એમ. શાહ, નગરપાલિકા પ્રમુખ, દહેગામ.

 

ત્યારબાદ બજેટની શરૂઆતમાં દહેગામના નગરપાલિકાના પ્રમુખ પિનાકીન શાહના અધ્યક્ષ સ્થાને બજેટની શુભ શરૂઆત કરતાની સાથે વિરોધ પક્ષના નેતા માર ગેસ સકસેના એ પીવાના પાણીની અને નવા બોર બનાવવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ નવા ચૂંટાયેલા કારોબારી ચેરમેન પીન્ટુભાઇ છેલ્લા ત્રણ ટર્મથી ચૂંટાઈ આવે છે અને તે બહોળો અનુભવ ધરાવતા હોવાથી વારંવાર 15 વર્ષથી સતત ચૂંટાઈ આવ્યા છે. તેથી આ સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતાને ભાઈચારાની ભાવના સાથે રહેવા માટે નમ્રતાપૂર્વક અરજ કરતા જોવા મળ્યા હતા. વિરોધ પક્ષના સદસ્ય ઉગ્ર રજૂઆત કરતા રહ્યા હતા અને સર્વાનુમતે બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

આજની સામાન્ય સભામાં નગરપાલિકાના ચીફ ઓફિસર રુદ્ર દેશ હુદડ નગરપાલિકાના પ્રમુખ પીનાબેન શાહ, નગરપાલિકાના કારોબારી ચેરમેન પીન્ટુભાઇ અમીન, ઉપપ્રમુખ અને અન્ય સદસ્યો હાજર રહેવા પામ્યા હતા. શરૂઆતમાં સામાન્ય સભામાં બજેટ બાબતે વિરોધ પક્ષ એક સદસ્ય વિરોધ કર્યો હતો પરંતુ ભાજપની બહુમતી હોવાથી સર્વાનુમતે બજેટ મંજૂર થવા પામ્યું હતું.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ, ગાંધીનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here