એક્સર્સાઈઝ : અલ્ઝાઈમર્સના જોખમને ઘટાડવા માટે દરરોજ સ્ક્વોટ એક્સર્સાઈઝ કરો

0
7

એક્સર્સાઈઝ મગજ માટે કોઈ દવાથી કમ નથી. બ્રિટનની સાઉથ વેલ્સ યુનિવર્સિટીના પ્રો. ડેમિયન એમ બેલીએ પોતાના તાજેતરના રિસર્ચમાં તેને સાબિત પણ કર્યું છે. પ્રો. ડેમિયનના જણાવ્યા પ્રમાણે, સ્ક્વોટ એક્સર્સાઈઝ અલ્ઝાઈમર એટલે કે ઘટતી મેમરીના જોખમને અમુક હદ સુધી ઘટાડીને કામ કરવાની ક્ષમતા વધારે છે.

આ રીતે સ્ક્વોટ કરો

  • પગને એકથી દોઢ ફૂટના અંતરે રાખીને સીધા ઊભા રહો. હવે બંને હાથને છાતીની આગળની તરફ લાવો.
  • એડિયો પર જોર આપતા હિપ્સને નીચે લઈ જાવ જ્યાં સુધી તે સપાટીના સમાંતર ન થઈ જાય.
  • હવે ફરીથી સીધા ઊભા રહો. સારા સ્ક્વોટ માટે ડમ્બેલ્સનો ઉપયોગ કરી શકાય છે.
  • તેને ત્રણથી પાંચ મિનિટ સુધી વારંવાર કરતા રહો.
  • સપ્તાહમાં ત્રણ દિવસ ત્રણથી પાંચ મિનિટ સ્ક્વોટ કરવાથી મગજ પર સારી અસર પડે છે.

આ રીતે કામ કરે છે એક્સર્સાઈઝ
મગજનો હિપ્પોકેમ્પસ ભાગ યાદશક્તિ અને શીખવાની ક્ષમતા વધારવા અથવા ઘટાડવા માટે જવાબદાર હોય છે. ઉંમર વધવાની સાથે તે સંકોચાઈ જાય છે, જેનાથી લોહીનો પ્રવાહ ઓછો થવા લાગે છે. સ્ક્વોટથી આ ભાગમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે.

સ્ક્વોટના 4 મોટા ફાયદા

બોડી પોશ્ચર સુધરે છે
હ્યુમન જર્નલ કાઈનેટિક્સમાં પ્રકાશિત રિસર્ચના જણાવ્યા પ્રમાણે, કરોડરજ્જુ અને બોડી પોશ્ચરને સુધારવા માટે સ્ક્વોટ પ્લેંક વર્કઆઉટની તુલનામાં 4 ગણી વધારે અસરકારક છે. તે શરીરના ઉપરના ભાગની સાથે પગને પણ મજબૂત બનાવે છે.

હાડકાંને મજબૂત બનાવે છે
સ્ક્વોટ બોન ડેન્સિટી વધારવાની સાથે તેને સ્ટ્રોન્ગ બનાવે છે. એક રિસર્ચના અનુસાર, ઓસ્ટિયોપોરોસિસનો સામનો કરતી મહિલાઓને 12 સપ્તાહ સુધી આ એક્સર્સાઈઝ કરાવવામાં આવી. રિપોર્ટમાં તેમની બોન ડેન્સિટી 2.9 સુધી વધેલી જોવા મળી.

સ્નાયુઓ મજબૂત રહે છે
શરીરના સ્નાયુઓને મજબૂત કરવા માટે સ્ક્વોટ સારું વર્કઆઉટ છે. તેનાથી પગની સાથે આખા શરીરના સ્નાયુઓને મજબૂતી મળે છે. સ્ક્વોટ કરતી વખતે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન રિલીઝ થાય છે જે શરીરના વિકાસ માટે જરૂરી છે.

ચરબી ઘટાડે છે
સ્ક્વોટ કરવાથી પગ, કમર, પેટ, હિપ્સની ચરબી ઘટે છે અને તે શેપમાં રહે છે. જો તમે દરરોજ સ્ક્વોટ કરો છો તો 600 કેલરી ઘટાડી શકો છો. તેની શરૂઆત કરો તો એક્સપર્ટની દેખરેખ હેઠળ કરવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here