બોડી ફિટ રાખવા માટે દરરોજ આશરે 30 મિનિટની એક્સરસાઈઝ કરવી જોઈએ

0
0

હેલ્થ ડેસ્ક. દરરોજ આશરે 30 મિનિટની એક્સરસાઇઝ જરૂરી છે, ભલે તમે વર્કઆઉટ ન કરતા હોવ. પણ તેમાં વોકિંગ, બાળકો સાથે બોલ રમવું કે ઘરકામ કરવાનો સમાવેશ થઇ શકે છે. સપ્તાહમાં 4-5 વખત જીમ જાવ છો તો વર્કઆઉટ રુટિન બનેલું રહે છે. એચઆઇઆઇટી દ્વ્રારા તમે ઓછામાં ઓછા સમયમાં પણ જીમનો પૂરો લાભ લઇ શકો છો. ક્યારેક મશીન વર્કઆઉટને બદલે કિક બોક્સિંગ, ડાન્સ, ટેનિસ રમી શકો છો.

વજન ઘટાડવા માટે

પુખ્ત છો અને વજન ઘટાડવું હોય તો 60-90 મિનિટની ઇન્ટેન્સ ફિઝિકલ એક્ટિવિટી લાભદાયક હોય છે. દરમિયાન કેલેરી ઇન્ટેકનું ધ્યાન રાખવું જરૂરી છે. એ તમારી ઉંમર, ડાયટ, વજન અને જેન્ડર પ્રમાણે નક્કી થાય છે. ઉપરાંત તમે કયા પ્રકારના વર્કઆઉટ કરો છો તેના પર પણ નિર્ભર કરે છે. વજન ઘટાડવા માટે તમારે પૂરો સમય કાર્ડિયો અને એરોબિક્સને આપવાનો નથી. બે-ત્રણ દિવસની રેસિસ્ટન્સ ટ્રેનિંગ તમારા મસલ્સ ટોન કરી દેશે. બાકીના ત્રણ-ચાર દિવસમાં એરોબિક્સ કરી શકાય છે.

મસલ્સ બનાવવા માટે

સપ્તાહમાં 3-4 દિવસના શિડયૂલમાં દરેક સેશનમાં બે મસલ ગ્રૂપ્સ પર ફોકસ આપી શકાય છે. 5-6 દિવસના રુટિનમાં તમે મસલ્સને રેસ્ટ આપવાનો સમય કાઢી શકો છો. તમારે એક વખતમાં એક જ મસલ ગ્રૂપ પર કામ કરવું જોઇએ. જો દરરોજ જીમ જવા માગો છો તો જઇ શકો છો, પરંતુ થાકેલા મસલ્સ પર બોજ નાંખવો નહીં, તેને રેસ્ટ પણ આપો. દરમિયાન યોગ કરી શકાય છે. સૉના બાથ લઇ શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here