ફિટનેસ ટિપ્સ : બેન્ચ ડિપ્સ એક્સર્સાઇઝ કરવાથી શરીર મજબૂત બને છે અને તણાવ દૂર થાય છે

0
34

હેલ્થ ડેસ્કઃ એક્સર્સાઇઝ કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. બેન્ચ ડિપ્સ એક્સર્સાઇઝ કરવાથી ટ્રાઈસેપ્સ, ચેસ્ટ અને ખભા મજબૂત બને છે. આ એક્સર્સાઇઝ લોઅર બોડી પર જમા એક્સ્ટ્રા ફેટ અર્થાત ચરબી દૂર કરવા માટે પણ મદદગાર છે. એક બેન્ચથી એક્સર્સાઇઝ સરળતાથી ન કરી શકાય તો 2 બેન્ચનો પણ ઉપયોગ કરી શકાય છે.

શરીર મજબૂત બનાવે છે
આ એક્સર્સાઇઝ કરવાથી મસલ્સ મજબૂત બને છે. તેનાથી ચેસ્ટ મસલ્સ અને બોન ડેન્સિટી મજબૂત બને છે. મજબૂત શરીર ઇચ્છતા લોકો માટે આ એક શ્રેષ્ઠ એક્સર્સાઇઝ છે.

ઓછી ઇજા થાય છે
નાની-મોટી શારીરિક ઇજાઓથી બચવા માટે શરીરના સાંધા અને ટિશ્યૂ મજબૂત હોવા આવશ્યક છે. આ એક્સર્સાઇઝ કરવાથી શરીરના સાંધા અને ટિશ્યૂ મજબૂત બને છે. તેથી જલ્દીથી ઇજા થવાની સંભાવના ઘટે છે.

એનર્જી વધે છે
આ એક્સર્સાઇઝ કરવાથી મગજમાં એન્ડોર્ફિન્સ નામનાં હોર્મોનનું સ્તર વધે છે, જે તમને ઊર્જાવાન બનાવે છે અને મગજ શાંત રાખે છે. તેનાથી તણાવ દૂર કરવામાં મદદ મળી રહે છે.

હાડકાંઓ મજબૂત કરે છે
બેન્ચ ડિપ્સ કરવાથી શરીરમાં પોષક તત્વોનું સારી રીતે શોષિત થાય છે. તેનાથી હાડકાંઓ મજબૂત બને છે અને ફ્રેક્ચર થવાની સંભાવનાઓ ઘટે છે.

બેન્ચ ડિપ્સ
આ વર્કઆઉટ બેન્ચના સહારે કરવામાં આવે છે. ડિપ્સ કરવા માટે બન્ને હાથના પંજાને બેન્ચની ઉપર રાખો. ત્યારબાદ ઘૂંટણને વાળીને ખભાને સહારે શરીરને નીચે તરફ લઇ જાઓ અને ત્યાર બાદ શરીરને ઉપર ઊઠાવો. આ દરમિયાન તમે તમારા પગને ટેબલ પર રાખી શકો છો. આ એક્સર્સાઇઝને જીમ, પાર્ક અને ઘરમાં પણ કરી શકાય છે. એક્સર્સાઇઝ કરતી વખતે કોણીને 90 ડિગ્રીથી વધારે ન વાળવી જોઈએ. તમારી ક્ષમતા અનુસાર એક્સર્સાઇઝના 20 રિપિટેશન અને 4 સેટ કરી શકાય છે.

ધ્યાન રાખવા જેવી બાબતો

  • પોતાની કોણીને બેન્ચની નજદીક રાખવાનો પ્રયાસ કરો.
  • એક્સર્સાઇઝ કરતી વખતે હાથથી જમીન અડવાનો પ્રયાસ ન કરો. તેનાથી ખભામાં દુખાવો થઇ શકે છે.
  • ખભાને બદલે તમારું ધ્યાન હાથ પર રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here