રેલવેમાં 10 પાસ માટે નીકળી છે નોકરી, 63,200 સેલેરી હશે, જાણો કેવી રીતે કરી શકાશે અરજી

0
22

ભારતીય રેલવેમાં એક લાખ પોસ્ટ ભરવા માટે નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને પોસ્ટ્સ માટે અરજી કરવાની પ્રક્રિયા સાતમી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પશ્ચિમ રેલવેમાં સ્પોર્ટ્સમેનની અનેક પોસ્ટ માટે વેકેન્સી બહાર પાડવામાં આવી છે.હાલ કેટલીક જગ્યા માટેની જાહેરાત કરવામાં આવી છે. જાણો કેવી કરી શકાય છે અરજી.

પોસ્ટ

પશ્ચિમ રેલવે Level 2 (Gr. C) અને Level 1(Erstwhile Gr. D) 12 પોસ્ટ માટે વેકેન્સી છે.

લાયકાત

Level 2 (Gr. C): આ પોસ્ટ માટે અરજી કરનાર અરજદારે માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થામાં 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.

Level 1(Erstwhile Gr. D): અરજદારે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10મું ધોરણ પાસ અને આઈટીઆઈ સર્ટીફિકેટ મેળવ્યું હોય.

શું છે મહત્વની તારીખો

અરજી કરવા માટેની તારીખ: 7 જાન્યુઆરી-2020
અરજી કરવાની અંતિમ તારીખઃ 6 ફેબ્રુઆરી-2020

શું છે સેલેરી.

Level 2 (Gr. C)- 19,900 થી 63,200 હજાર રૂપિયા
Level 1(Erstwhile Gr. D) – 18,000થી 56,900 હજાર રૂપિયા

શું છે ઉંમરની મર્યાદા

Level 2 (Gr. C): આ પોસ્ટ માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 30 છે.
Level 1(Erstwhile Gr. D): આ પોસ્ટ માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 33 છે.

કેવી રીતે કરી શકાય છે અરજી

જે અરજદાર અરજી કરવાની હોય તેમણે રેલવેની અધિકારીક વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here