Exit Polls પર AAP પાર્ટીનું સૌથી મોટુ નિવેદન, વિપક્ષ સાથે EC સમક્ષ કરશે આ માંગ

0
17

લોકસભા ચૂંટણીના રવિવારે સાંજે આવેલા એક્ઝિટ પોલ મુજબ નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન રૂપે વાપસી કરવા જઇ રહ્યા છે. એક્ઝિટ પોલમાં ભાજપના એનડીએને બહુમતી માટે જરૂરી 272 સીટોથી વધારે 300થી વધારે સીટ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. એક્ઝિટ પોલના પરિણામો બાદ જ્યા બીજેપી તેને મોદી લહેર બતાવી રહી છે. વિપક્ષ તેને ફગાવી રહ્યો છે.

આ તમામ અટકળો વચ્ચે આમ આદમી પાર્ટી તરફથી પ્રતિક્રિયા આવી છે. આપના રાજ્ય સભા સાંસદ સંજય સિંહે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યું કે, ‘શું અસલી ખેલ ઇવીએમ છે ? શું પૈસા આપી એક્ઝિટ પોલ કરવામાં આવ્યો? યૂપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્નાટક, દિલ્હી, બંગાળ, દરેક જગ્યાએ ભાજપ જીતી રહી છે. તેના પર કોણ વિશ્વાસ કરશે? તમામ પાર્ટીએ ચૂંટણી પંચને મળી વીવીપેટ-ઇવીએમ ચકાસણીમાં ગરબડી પર ચૂંટણી કરવાની માંગ કરી’

આ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ એક્ઝિટ પોલ્સના પરિણામોને નકારતા ટ્વિટ કર્યું, ‘હું એક્ઝિટ પોલ પર ભરોસો કરતી નથી. આ રણનીતિ અટકળો દ્વારા હજારો ઇવીએમને બદલવા અને તેમા હેરાફેરી કરવા માટે પ્રયુક્ત થાય છે. હું તમામ વિપક્ષી પાર્ટીઓને એકજૂટ, મજબૂત, અને સાહસી રહેવાની અપીલ કરું છું’.

નેશનલ કોંગ્રેસ નેતા અને જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ એક્ઝિટ પોલમાં એનડીએની જીતની ભવિષ્યવાણી કરતા ટ્વવિટમાં લખ્યું, ‘પ્રત્યેક એક્ઝિટ પોલ ખોટો ન હોઇ શકે. ટીવી બંધ કરવાનો અને સોશિયલ મીડિયાથી લોગઆઉટ થવાનો સમય આવી ગયો છે અને એ જોવાની રાહ જોઇ રહ્યો છું કે 23 (મે) પણ દુનિયા જેમની તેમ ચાલી રહી છે’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here