Exit Polls બાદ ડે.સીએમ નીતિન પટેલની આવી પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું ચૂંટણી થઈ ત્યારથી જ…

0
41

એગ્ઝિટ પોલનાં આંકડાઓ પરથી એ પણ અનુમાન લગાવી શકાય છે કે શું મોદી સરકાર ફરી વાર સત્તા પર આવશે કે નહીં, કે પછી આ વખતે સત્તા પર કોંગ્રેસ ડંકો વગાડશે જેવાં અનેક પ્રશ્નોનું અનુમાન આ આંકડાઓ મુજબ લગાવી શકાય છે. ત્યારે તમને જણાવી દઇએ કે વિવિધ ન્યૂઝ ચેનલ અને એજન્સીઓનાં જણાવ્યા અનુસાર દેશમાં એગ્ઝિટ પોલને લઇને ભાજપને વધુ બેઠકો મળતી દેખાઇ આવે છે.

એગ્ઝિટ પોલ પર Dy.CM નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, ચૂંટણી થઇ ત્યારથી જ એવી ચર્ચા ફેલાયેલી હતી કે મોદી PM બનશે. એગ્ઝિટ પોલ કરતા પણ વધુ સારા પરિણામ મળશે. મોટા ભાગનાં સર્વેમાં ભાજપની સરકાર બની રહી છે. દેશની જનતાએ નક્કી કર્યુ છે કે મોદી સરકાર સૌથી મજબૂત સરકાર છે.

અમારા 5 વર્ષનાં કામગીરીનો હિસાબ અમે પ્રજાને આપેલો. ગઠબંધન વેર વિખેર થઇ ગયું છે, કોઇ પક્ષ એકબીજા સાથે નથી. ગઠબંધનમાં બધાં લોકોને વ્યક્તિગત મહત્વાકાંક્ષા. કોઇ પણ જગ્યાએ મહાગઠબંધન ટક્યું નથી. બંગાળ અને યુપીમાં એકબીજા સામે આક્ષેપો કરી રહ્યાં હતાં. વિપક્ષો અંદરોઅંદર લડી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે રવિવારનાં રોજ ગઇ કાલનાં એગ્ઝિટ પોલનાં આંકડાઓ રજૂ થઇ ગયાં છે. જેમાં અલગ-અલગ રાજ્યોમાં કોને કેટલી સીટો મળશે તેને લઇને આંકડાઓ રજૂ થઇ ગયા છે. જેમાં એગ્ઝિટ પોલમાં રજૂ કરાયેલા આંકડાઓ મુજબ કયા રાજ્યમાં કોણે કેટલી સીટો મળશે એટલે કે ભાજપને બહુમતી મળશે કે કેમ ઉપરાંત કોંગ્રેસને કેટલી સીટો મળવા જઇ રહી છે તે અનુમાન લગાવી શકાય.

જો કે આ આંકડાઓ પરથી એ પણ અનુમાન લગાવી શકાય છે કે શું મોદી સરકાર ફરી વાર સત્તા પર આવશે કે નહીં, કે પછી આ વખતે સત્તા પર કોંગ્રેસ ડંકો વગાડશે જેવાં અનેક પ્રશ્નોનું અનુમાન આ આંકડાઓ મુજબ લગાવી શકાય છે. ત્યારે તમને જણાવી દઇએ કે વિવિધ ન્યૂઝ ચેનલ અને એજન્સીઓનાં જણાવ્યા અનુસાર દેશમાં એગ્ઝિટ પોલને લઇને ભાજપને વધુ બેઠકો મળતી દેખાઇ આવે છે. ત્યારે આ એગ્ઝિટ પોલને લઇને ડે.સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું છે. તે જ રીતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ એક્ઝિટ પોલને લઇને રવિવારનાં રોજ નિવેદન આપ્યું હતું.

એક્ઝિટપોલ બાદ CM રૂપાણીનું નિવેદનઃ

એક્ઝિટપોલ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં પણ 26માંથી 26 બેઠકો ભાજપને મળશે. NDAને 330થી વધુ બેઠકો મળશે. જો કે તેમણે કહ્યું હતું કે, હું એક્ઝિટ પોલ સાથે સહમત નથી. ગુજરાતની જનતાનો પીએમ મોદી પર વિશ્વાસ છે. ગુજરાતીઓને નરેન્દ્ર મોદી પર ભરોસો છે. અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી લડ્યાં તેનાથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે.

રાહુલ ગાંધીનાં ચૂંટણીપંચ ટ્વિટને લઇને રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, રાહુલ ગાંધીની લીડરશીપ ફેઇલ છે. કોંગ્રેસમાં રાહુલનું નેતૃત્વ નિષ્ફળ છે. કોંગ્રેસ ચૂંટણી હાર્યા બાદ હારનું ઠીકરુ ઇવીએમ પર ફોડશે. પ.બંગાળમાં ભાજપનાં 80થી વધુ કાર્યકર્તાઓની હત્યા થઇ છે. બંગાળ જનતા જવાબ આપશે.

કોંગ્રેસ શું કહી રહી છે?

એગ્ઝિટ પોલ મુદ્દે કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે, એગ્ઝિટ પોલનાં તારણો સાચા નથી પડતા. આ વખતે કોંગ્રેસની સરકાર સત્તા પર આવશે. ગ્રાઉન્ડ લેવલ પર લોકોની સરકાર સામે નારાજગી હતી.

જ્યારે બીજી બાજુ કોંગ્રસનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોતાનું નિવેદન ફેરવી તોળ્યું છે. એગ્ઝિટ પોલ પર ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસ તરફી નિવેદન આપી અગાઉ કહ્યું હતું કે, કોંગ્રેસ હારશે અને હવે ધવલસિંહ ઝાલા કહી રહ્યાં છે કે, કોંગ્રેસને 8થી 12 જેટલી સીટ મળશે અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે. ધવલસિંહ ઝાલા અલ્પેશ ઠાકોર જૂથમાંથી આવે છે કોંગ્રેસમાં સસ્પેન્શનની ગાજ ન આવે તેને લઇ ધવલસિંહ ઝાલાએ આ નિવેદન આપ્યું હોવાનું મનાય છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here