Saturday, September 18, 2021
Homeવ્યાપારવિસ્તરણ : વેરહાઉસ નેટવર્ક વધારવા માટે 4 નવી સપ્લાય ચેઇન સુવિધા શરૂ...

વિસ્તરણ : વેરહાઉસ નેટવર્ક વધારવા માટે 4 નવી સપ્લાય ચેઇન સુવિધા શરૂ કરવાની જાહેરત કરી

ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટે આજે ગુજરાતમાં વેરહાઉસ નેટવર્ક વધારવા માટે 4 નવી સપ્લાય ચેઇન સુવિધા શરૂ કરવાની જાહેરત કરી હતી. કંપનીના જણાવ્યા મુજબ આનાથી રાજ્યના લગભગ 35,000 જેટલા ગુજરાતના સ્થાનિક વેચાણકર્તાને મજબુત બનાવશે જેથી તેઓ રાષ્ટ્રિય બજારમાં એક્સેસ મેળવી શકે અને તે ગ્રાહકોને પસંદગીની વિશાળ રેન્જ અને ઝડપી ડિલિવરી આપી શકશે. ફ્લિપકાર્ટની અમદાવાદ અને સુરતમાં સ્થિત નવી સુવિધાએ એકિકૃત રીતે સમગ્ર વિસ્તારમાં લગભગ 5 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલી છે, જે રાજ્યમાં 5000થી પણ વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરી ઉભી કરવામાં મદદ કરશે.

ગુજરાતનાં નાના વેપારીઓ માટે તક વધશે
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ઇ-કોમર્સએ સમગ્ર ભારતના ગ્રાહકોના સ્થાનિક વેચાણકર્તા ઇકોસિસ્ટમમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે અને રાજ્યમાં ફ્લિપકાર્ટની સપ્લાય ચેઈનના વિસ્તરણને જોઈને આનંદ થાય છે તેનાથી હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થશે તથા હજારો એમએસએમઇ, સ્થાનિક ટ્રેડર્સ અને કલાકારો માટે નવી તકો ખૂલશે. ગુજરાત સરકારે રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે, જેમાં ઇ-કોમર્સ માટે સક્ષમ ઇકોસિસ્ટમનું નિર્માણ પણ છે.

હજારો સ્થાનિક નોકરીઓ પણ ઉભી થશે
ફ્લિપકાર્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કલ્યાણ ક્રિષ્નામૂર્તિએ કહ્યું કે ગુજરાતમાં પૂરવઠા ચેઇનની હાજરીને મજબુત બનાવવાની સાથે અમે ગુજરાતના MSME, વેચાણકર્તાને, રાજ્યના હજારો કિરાણા પાર્ટનરને સપોર્ટ કરવા ઇચ્છીએ છીએ, સાથોસાથ વધારાની હજારો સ્થાનિક નોકરીઓ પણ ઉભી કરીશું. સમયાંતરે ફ્લિપકાર્ટ જૂથે રાજ્યમાં 1.3 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ સ્થાનિક નોકરીની તકો ઉભી કરી છે. પાછલા કેટલાક વર્ષોમાં લાખો નવા ગ્રાહકો, વેચાણકર્તા અને કિરાણા પાર્ટનર્સની સાથે ગુજરાતએ મજબુત ઇ-કોમર્સ માર્કેટ તરીકે ઉભરી આવ્યું છે, જેનાથી ઇ-કોમર્સની જરૂરિયાતને પૂરી કરી શકાય અને તેનો ઉપયોગ કરીને આંત્રપ્રિન્યોરશીપની તકો પણ ઉભી થઈ શકે છે.

ફ્લિપકાર્ટે ગરવી ગુર્જરી સાથે પણ કરાર કર્યા હતા
આ વર્ષની શરૂઆતમાં ફ્લિપકાર્ટએ ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ એન્ડ હેન્ડિક્રાફ્ટ્સ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લી.ની સાથે એક કરાર સાઈન કર્યું હતું. ફ્લિપકાર્ટ સમર્થના એક ભાગ તરીકે આનો હેતુ સમગ્ર દેશના હજારો કલાકારો, વણકરો અને કારીગરોને ઇ-કોમર્સમાં લાવવાનો હતો, જેથી તેમને ફ્લિપકાર્ટ માર્કેટપ્લેસ પર સક્ષમતાથી, પારદર્શક તથા અસરકારક ખર્ચની રીતે પણ તેમનો બિઝનેસ સેટ કરવામાં મદદ મળે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments