વ્યાજ દરમાં ઘટાડો થવાની ધારણા

0
22

દિલ્હી- યુ.એસ ફેડરલ રિઝર્વે ફેડરલ ફંડ્સ રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટ(BPS)નો ઘટાડો કરવાનો તેમજ ટાર્ગેટ રેન્જ ૨ થી ૨.૫ સુધી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ફેડરલ ફંડ રેટ એ વ્યાજ દર છે, જે એક બેન્ક ઓવરનાઈટના આધાર પર ફેડરલ રિઝર્વને જાળવી રાખવા માટે અન્ય બેન્કને ફંડ આપે છે. એક બેસિસ પોઈન્ટએ ટકાવારી પોઈન્ટનો ૧૦૦મો ભાગ છે.

નીચો ફેડરલ ફંડ રેટ યુ.એસમાં ટૂંકાથી મધ્યમ ગાળાના વ્યાજ દરથી થોડો નીચીની તરફ ગતિ કરે છે. નીચા વ્યાજ દર પર લોકો ઉધાર અને ખર્ચ ચાલું રાખવાની અપેક્ષા રાખે છે. સમાન લાઈન હેઠળ તેમજ ગ્રાહક ભાવમાં ફુગાવાના પ્રમાણમાં નીચા ૩.૨ ટકા સાથે ભારતીય રિઝર્વ બેન્ક(RBI)ની નાણાકીય નીતિ સિમિતિ(MPC) વ્યાપકપણે રેપો રેટમાં ઘટાડો કરે તેવી ધારણા છે.

દિલ્હીના રાજકરણીઓથી માંડીને મુંબઈના ફંડ મેનેજર્સ સુધી સ્પેક્ટ્રમમાં રેપો રેટ ઘડાડવાની માંગ કરી રહ્યા છે. સેન્ટ્રલ બેન્કે ૨૦૧૯ની શરૂઆતથી જ રેપો રેટમાં ત્રણ વખત ઘટાડો કર્યો છે, પ્રત્યેક વખત ૨૫bpsનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હાલમાં રેપો રેટ ૫.૭૫ ટકાએ સ્થિર રહ્યો છે.

જાન્યુઆરી ૨૦૧૯માં બેન્કોએ તેમની બાકી લોન પર સરેરાશ ધિરાણ દર ૧૦.૩૮ ટકા સ્થિર રાખ્યો હતો. મે ૨૦૧૯માં તાજેતરના ડેટા અનુસાર, તે ૧૦.૪૧ ટકા છે. આથી RBIએ રેપો રેટમાં ઘટાડો કર્યો હોવા છતાં, બેન્કોની બાકી લોન પરનો વ્યાજ દર નીચે આવવાના બદલે વધી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here