સ્વાસ્થ્ય સાથે ચેડા – અમદાવાદના ગોમતીપુરમાં કોર્પોરેશને આપેલી દવા એક્સપાયરી ડેટની નીકળી, સ્થાનિક કોર્પોરેટરનો આક્ષેપ

0
0
  • કોર્પેરેશને આપેલા ORS એટલી હલકી ગુણવત્તાના કે તેના ગઠ્ઠા થઈ ગયા

સીએન 24, ગુજરાત

અમદાવાદઅમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં લોકોને આપવામાં આવતી દવા એકદમ હલકી ગુણવત્તાની આપવામાં આવતી હોવાનો આક્ષેપ ગોમતીપુરના કોર્પોરેટર ઇકબાલ શેખ દ્વારા કરવામાં આવ્યો છે. ઇક્બાલ શેખે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આક્ષેપ કર્યો છેકે, ગોમતીપુરમાં આપવામાં આવેલ દવા એક્સપાયરી ડેટની છે અને ORS પણ એટલી હલકી ગુણવત્તાના છેકે પાવડરની જગ્યાએ ગઠ્ઠા નીકળ્યા છે. આ મામલે ગંભીર બેદરકારી દાખવવાનો આક્ષેપ કરી પૂર્વ ઝોનના નાયબ હેલ્થ ઓફિસર ખરાડી સામે કાર્યવાહી કરવામાંની માગ કરવામાં આવી છે.

દવા અને પાવડર અંગે ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી
ગોમતીપુર વોર્ડના કોર્પોરેશન ઇકબાલ શેખ સીએન 24 ને જણાવ્યું હતું કે, ગોમતીપુર વિસ્તરમાં આપવામાં આવેલી દવા અને ORSપાવડર હલકી ગુણવત્તાના નીકળ્યા છે. આ અંગે અમે તપાસ કરતા દવા એક્સપાયરી ડેટની છે જ્યારે ORSપાવડરને પેકેટમાં ગઠ્ઠા થઈ ગયા છે. હાલ આ અંગે મેં ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી છે અને સ્થીનિકના સ્વાસ્થ્ય અંગે ચેડાં ન થાય તે માટે રજુઆત કરી છે.

નાયબ હેલ્થ ઓફિસર સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવેઃ કોર્પોરેટર
ગોમતીપુરના કોર્પોરેટર ઇકબાલ શેખે મનપા કમિશનર મુકેશ કુમારને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છેકે, ગોમતીપુરમાં આવેલી  જેઠીબાઈની ચાલમાં પી.એમ. પરમાર દ્વારા એક્સપાઇરી ડેટની દવા Tab Cefadroxil અને ORSના હલકી ગુણવત્તા ધરાવતા પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાયબ હેલ્થ ઓફિસર ખરાડી દવાઓ તેમજ અન્ય સાધન સામગ્રીનું નિયત સ્ટોક રજીસ્ટર નિભાવતા ન હોય ORSના હલકી ગુણવત્તા ધરાવતા અને જીવજંતુવાળા પેકેટનું વિતરણ કરવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં છે. ફરજ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ ખરાડી સામે જાહેર આરોગ્યના હિતમાં શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here