બોલિવૂડમાં કોરોના : પૂરબ કોહલીનો ખુલાસો, પૂરો પરિવાર કોવિડ 19ની ચપેટમાં આવ્યો હતો

0
4

લંડન. વીજેમાંથી એક્ટર બનેલા પૂરબ કોહલીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં એ વાતનો ખુલાસો કર્યો હતો કે તે તથા તેના પૂરા પરિવારમાં કોરોનાવાઈરસના લક્ષણો હતાં અને તેના ડોક્ટર્સના મતે તેમને કોરોનાવાઈરસ થયો હતો. 41 વર્ષીય પૂરબ કોહલી હાલ લંડનમાં રહે છે.

શું કહ્યું પોસ્ટમાં?

પૂરબ કોહલીએ ઈન્સ્ટાગ્રામમાં એક લાંબી પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું, હેલ્લો, અમને સામાન્ય ફ્લૂ હતો પરંતુ અમારા ડોક્ટર્સે અમને કહ્યું હતું કે અમને કોવિડ 19 છે. આ ફ્લૂ જેવું જ છે પરંતુ તેનાથી થોડો વધારે કફ તથા શ્વાસની તકલીફ રહે છે. સૌ પહેલાં ઘરમાં દીકરી ઈનાયાને પછી પત્ની લુસીને કોરોનાના શરૂઆતના લક્ષણો જોવા મળ્યાં હતાં. ત્યારબાદ મારામાં અને પછી દીકરા ઓસિયનમાં પણ આ જ લક્ષણો હતાં. ઈનાયાને શરૂઆતમાં સામાન્ય તાવ આવ્યો હતો અને બે દિવસ સુધી કફ અને શરદી થયા હતાં. ત્યારબાદ પત્નીને શ્વાસ લેવામાં તકલફી પડતી હતી અને તેને પણ કફ થઈ ગયો હતો. પછી મને બહુ જ કફ રહ્યો અને ત્યારબાદ ત્રણ દિવસ સુધી કફની તકલીફ રહી હતી.

વધુમાં પૂરબ કોહલીએ કહ્યું હતું, અમને ત્રણને 100-101 ટેમ્પરેચર રહેતું હતું પરંતુ દીકરા ઓસિયનને છેલ્લાં ત્રણ દિવસ 104 જેટલો તાવ રહેતો હતો. તેને સતત નાકમાંથી પાણી પડતું અને થોડો કફ પણ હતો. જોકે, તેને પાંચ દિવસ પછી તાવ ઉતરી ગયો હતો. અમે ફોન પર સતત ડોક્ટરના સંપર્કમાં હતાં. લંડનમાં આ તમામને થઈ રહ્યું છે અને આને રોકવું મુશ્કેલ છે. અમારા ઓળખીતાઓને પણ આવું થયું હતું.

પૂરબે આગળ વાત કરતાં કહ્યું હતું, અમે હાલમાં સેલ્ફ ક્વોરન્ટીનમાંથી બહાર આવી ગયા છીએ છે અને અમે હાલમાં સંક્રમણ ફેલાવનારામાં નથી. હું આ એટલા માટે શૅર કરું છું કે જો તમે ડરેલા હોય તો તમને ખ્યાલ રહે કોઈને આ થયું હતું અને તે ઠીક પણ થઈ ગયા છે. ગયા બુધવાર (પહેલી એપ્રિલ)ના રોજથી અમે સેલ્ફ ક્વોરીન્ટમાંથી બહાર છીએ.

પૂરબે પોતાની પોસ્ટમાં તેણે ઘરેલુ ઉપાય કયા કર્યાં તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું, અમે દિવસમાં ચારથી પાંચવાર નાસ લેતા હતાં. આ ઉપરાંત મીઠાના પાણીથી કોગળા કરતાં હતાં. આદુ-હળદર-મધ ત્રણેય મિક્સ કરીને લેતા હતાં અને તેનાથી પણ ગળામાં રાહત મળતી હતી. આ ઉપરાંત ગરમ પાણીથી સ્નાન કરતાં હતાં અને છાતી પર ગરમ પાણીની બોટલ મૂકતા હતાં. આ ઉપરાંત બહુ જ આરામ કરતા હતાં. બે અઠવાડિયા બાદ હવે લાગે છે કે અમે ઠીક થઈ રહ્યાં છીએ.

પોસ્ટને અંતે પૂરબ કોહલીએ કહ્યું હતું, મહેરબાની કરીને ઘરમાં જ રહો. આશા છે કે તમને કોઈને આ ના થયું હોય પરંતુ જો તમને થયું હોય તો તમારું બૉડી આના સામે લડવા માટે પૂરતુ સક્ષમ છે. ડોક્ટર્સની સલાહ પ્રમાણે કરવું. શક્ય હોય તો પૂરતો આરામ કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here