બિગ બોસના ઘરમાં હિંમાશીનો ખુલાસો- ‘હું ઘરમાં લાશ માફક પડી હતી અને તે મારો.’

0
30

બિગ બોસમાં હાલમાં અસીમ રિયાઝ અને હિમાંશી ખુરાના છવાયેલા છે. બંન્ને એક-બીજાની નજીક આવી ગયા છે. તમને જણાવી દઇએ કે, હિમાંશી પહેલા બિગ બોસના ઘરમાં આવી હતી ત્યારે તે કોઇ સાથે રિલેશનમાં હતી. ત્યારે અસીમે તેના પ્રેમનો ઇઝહાર કર્યો હતો. પરંતુ હિમાંશીએ જણાવી દીધુ હતું કે, તે કોઇ સાતે રિલેશનમાં છે અને ઘરથી બહાર જઇ તેની સાથે લગ્ન કરી લેશે. પરંતુ ઘરથી બહાર જતા જ હિમાંશીનું બ્રેક અપ થઇ ગયુ પરંતુ બહાર રહીને પણ હિમાંશીએ અસીમને ખુબ સપોર્ટ કર્યો.

હવે હિમાંશી ઘરમાં અસીમની કનેક્શન બનીને પરત ફરી છે અને તાજેતરમાં જ તેણે પોતાના બ્રકઅપને લઇ ખુલાસો કર્યો છે. હિમાંશીએ કહ્યું,’શો બાદ હું હારી ગઇ હતી, મારી કન્ડીશ ખુબ જ ખરાબ હતી. પરંતુ ચાઓ (હિમાંશીનો બોયફ્રેંડ) મને એક વાર પણ મળવા નહી આવ્યો. હું લાશ માફક ઘરમાં પડી હતી. મારી હાલત પાગલ માફક થઇ ગઇ હતી.’

હિમાંશીએ આગળ જણાવ્યું,’મારી માતા મને લઇ મુશ્કેલીમાં મૂકાઇ ગઇ હતી. મેં આ સંબંધને તમામ વસ્તુ આપી, પરંતુ ચાઓના પરિવારજનોએ એક વાર ફોન કરીને પણ મારી સ્થિતિ વિશે પૂછ્યુ નહી. મેં ઘરમાં રહેલી વસ્તુઓ ફેંકવાનું શરૂ કરી દીધુ હતું. ચાઓ સાતે વાતચીત કરવાના ખુબ પ્રયાસ કર્યા પરંતુ તે અસીમને સપોર્ટ કરવાની વાતને હંમેશા લાવતો. હું મારી સેલ્ફ રિસ્પેક્ટ ગુમાવવા માંગતી ન હતી. આથી મેં તેની સાથે બ્રેક અપ કરી લીધુ.’

હિમાંશી આ તમામ વાતો કહી ઇમોશનલ થઇ ગઇ અને રોવા લાગી, જેના પછી અસીમે તેને સંભાળી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here