અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 40,008 અપમૃત્યુ અને આત્મહત્યાના કેસ નોંધાયા છે. જેમાંથી 33,324 કેસોની તપાસ પૂર્ણ થઈ છે. જ્યારે 7082 કેસની તપાસ ચાલી રહી છે. બે વર્ષના આંકડા જોતા રાજ્યમાં રોજના 55 લોકો અપમૃત્યુ અથવા આત્મહત્યા કરી જીંદગી ટૂંકાવે છે. આ ચોંકાવનારી માહિતી આજે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોના લેખિત જવાબમાં ગૃહમંત્રીએ આપી હતી.
સૌથી વધુ કેસ ધરાવતા પાંચ જિલ્લા
સૌથી વધુ આત્મહત્યા અને અપમૃત્યુના કેસ રાજકોટમાં 5140 નોંધાયા છે. જ્યારે બીજા નંબરે રહેલા અમદાવાદમાં 4,332, ત્રીજા નંબર પર રહેલા વલસાડમાં 4,226, ચોથા નંબર પર રહેલા સુરતમાં 4,047 અને પાંચમાં નંબરે રહેલા જામનગરમાં 1763 અપમૃત્યુ અથવા આત્મહત્યાના કેસ નોંધાયા છે.
સૌથી ઓછા કેસ ધરાવતા પાંચ જિલ્લા
તો બીજી તરફ સૌથી ઓછા અપમૃત્યુ અને આત્મહત્યાના કેસ પાટણમાં 222 નોંધાયા છે. જ્યારે તેના પછી બીજાક્રમે ડાંગ(264), ત્રીજા ક્રમે મહિસાગર(270), ચોથા ક્રમે તાપી(286) અને પાંચમાં નબરે છોટાઉદેપુર(291) છે.
છેલ્લા બે વર્ષમાં 33 જિલ્લામાં નોંધાયેલા કેસો
જિલ્લો | 174 હેઠળ નોંધાયેલા કેસો |
તાપી | 286 |
ડાંગ | 264 |
મોરબી | 1077 |
રાજકોટ | 5140 |
જામનગર | 1763 |
દેવભૂમિ દ્વારકા | 785 |
જૂનાગઢ | 1524 |
ગીર સોમનાથ | 728 |
છોટા ઉદેપુર | 291 |
નર્મદા | 333 |
ખેડા | 377 |
મહિસાગર | 270 |
સુરત | 4047 |
વલસાડ | 4226 |
સુરેન્દ્રનગર | 679 |
અમરેલી | 846 |
ભાવનગર | 895 |
બોટાદ | 356 |
અરવલ્લી | 305 |
ગાંધીનગર | 1152 |
પોરબંદર | 481 |
બનાસકાંઠા | 529 |
મહેસાણા | 612 |
અમદાવાદ | 4331 |
વડોદરા | 1554 |
આણંદ | 1568 |
દાહોદ | 513 |
પંચમહાલ | 556 |
બનાસકાંઠા | 712 |
કચ્છ | 1580 |
પાટણ | 222 |
ભરૂચ | 973 |
નવસારી | 1032 |
કુલ | 40008 |