દહેગામ : શિયાવાડા ગામમાં સરકારી ડેરી ઉપલબ્ધ નહીં હોવાથી પ્રાઇવેટ ડેરીઓવાળા દ્વ્રારા ગ્રાહકોનું કરાતું શોષણ : જાગૃત નાગરિકો દ્વારા ઉગ્ર વિરોધ.

0
14

ચાર હજારની વસ્તી ધરાવતા શિયાવાડા ગામમાં સરકારી ડેરી ઉપલબ્ધ નથી.
સરકારી ડેરી ન હોવાથી પશુપાલકોને દૂધ નો ભાવ સારો મળતો નથી.
પ્રાઇવેટ ડેરીવાળા ખેડૂત ગ્રાહકો પાસેથી 20 થી 25 રૂપિયાના ભાવે એક લીટર દૂધ લઈ લેતા હોય છે.
જ્યારે આ જ ગ્રાહકો પ્રાઇવેટ ડેરીમાં દૂધ લેવા જાય ત્યારે ૬૦ રૂપિયે લિટર દૂધ આપે છે.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સિયાવાડા ગામે ગામની વસ્તી 4000 ઉપરની હોવાથી આ ગામ પશુપાલન સાથે સંકળાયેલું છે. અને આ શિયાવાડા ગામ એ પ્રાઇવેટ ડેરીનો રાફડો ફાટી નીકળ્યો છે. આ ગામમાં કોઈ સરકારી ડેરીની સુવિધા ઉપલબ્ધ નહીં હોવાથી આ ગામના ગ્રામજનો પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તેવી આ ગામના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા ઉગ્ર રજુઆતો થવા પામી છે.

 

 

રજૂઆતમાં જણાવ્યું છે કે અમારા ગામની અંદર છેલ્લા ઘણા સમયથી સરકારી ડેરી ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતો પ્રાઇવેટ ડેરીઓમાં દૂધ આપતા આ પ્રાઇવેટ ડેરીઓવાળા ખેડુતોને પૂરતા પ્રમાણમાં ભાવ આપતા નથી. સસ્તું દૂધ લઈ લે છે અને ગ્રાહક ડેરીમાં દૂધ લેવા જાય ત્યારે 60 રૂપિયે એક લિટર દૂધ આપે છે. અને ખેડૂત ગ્રાહક પાસેથી દૂધ લેવામાં આવે તો 20 થી 25 રૂપિયાના ભાવે લીટર દૂધ લે છે આ ડેરીઓ વાળા. આમ ખેડૂતોનું ખુલ્લેઆમ શોષણ થઈ રહ્યું છે તેવી લેખીત રજુઆત કરવામાં આવી છે. પરમાર પ્રવિણ સિંહ, પૂજ્ સિંહ તથા દિનુ સિંહ પ્રભાતસિંહ પરમાર તેમજ અજય સિંહ પ્રભાતસિંહ પરમારે તેમજ ગામના કેટલાક જાગૃત નાગરિકોએ શિયાવાળાગામની ભાગોળે મોટી સંખ્યામાં હાજર રહીને પ્રાઇવેટ ડેરીવાળાનું શોષણ અટકાવવા માટે અને નવી ડેરી સરકાર તરફથી ફાળવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત સાથે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.

 

 

શિયાવાડા ગામમાં પશુધન વધારે હોવાથી ખેડૂતોને સસ્તું દૂધ જતું રહેતું હોવાથી પૂરતા ભાવ મળતા નથી. તેથી આટલી મોંઘવારીમાં આ ગામના ખેડૂતો પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો લાગતા વળગતા સરકારી તંત્રના અધિકારીઓ આ બાબતે શિયાવાડા ગામની સમસ્યાને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલાં ભરી આ ગામની સમસ્યાનું સમાધાન કરવું જોઈએ સ્થાનિક ધારાસભ્ય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે સુચારું આયોજન કરી ગ્રામજનોના દિલ જીતી લેવા જોઈએ.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here